માણસા શહેરના વોર્ડ નંબર ૪ માં બે દિવસથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી છોડવામાં આવતું નથી જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો પરેશાન થઈ ગયા છે તો પાલિકા ટેન્કરથી પણ પાણી પહોંચાડી શક્યું નથી જો આ બાબતે પૂછવામાં આવે તો પાઇપલાઇનમાં લીકેજ હોવાનું જણાવી હાથ ઊંચા કરી દે છે શહેરીજનોને સતત બે દિવસ સુધી પાણી ન મળતા હાલત કફોડી બની છે.

માણસા શહેરમાં રોડ રસ્તા ની હાલત અત્યંત ખરાબ છે પાણી અને ગટરની પાઇપલાઇનનું કામ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે જેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે અને આ કામકાજ દરમિયાન પાણીની લાઈનો તૂટવા ના પ્રશ્નો પણ ઊભા થયા છે ત્યારે વોર્ડ નંબર ચારમાં છેલ્લા બે દિવસથી પાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકો ભારે તકલીફ વેઠી રહ્યા છે વોર્ડ નંબર ચારમાં તખતપુરા,રાવળ વાસ,કપૂરી ચોક,મસ્જિદ ચોક,અભેસિંહજી નો માઢ,ભવાનસિંહ ની હવેલી, મોતીસિંહનો માઢ,પ્રજાપતિ વાસ આ બધા વિસ્તારો આવે છે જો પાઇપલાઇનમાં લીકેજ થયું હોય તો એકાદ દિવસ શહેરીજનો ચલાવી લે પરંતુ સતત બે દિવસ સુધી પાણી ન મળે ત્યારે ઘણી તકલીફ પડતી હોય છે પરંતુ પાલિકાના સત્તાધીશોને આ બાબત સામાન્ય લાગે છે અને આને પણ તે વિકાસ ગણી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તખતપુરા વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી પાણી નથી આવતું તો ત્યાં પાલિકા દ્વારા આજે ટેન્કરથી પાણી આપ્યું હતું પરંતુ ભવાનસિંહની હવેલીમાં પાણીના ટેન્કરની માગણી કરવામાં આવી તો જવાબદાર કર્મચારીએ કહ્યું હતું કે ટ્રેક્ટરની બેરિંગ તૂટી ગઈ છે એટલે ટેન્કર નહીં આવે એવું કહી હાથ ખંખેરી લીધા હતા તો ચીફ ઓફિસર પણ ફક્ત આશ્વાસન આપે છે કે પાણી છોડવામાં આવશે શહેરીજનો એડવાન્સમાં વેરો ચુકવે છે તેમ છતાં પાલિકા પ્રાથમિક જરૃરિયાત એવું પાણી પણ આપી શકતી નથી.

