GANDHINAGAR : રાજ્યમાં 11 થી 23 ડિસેમ્બર ‘સશક્ત નારી મેળા’:પાલનપુરથી થશે શરૂઆત, દરેક જિલ્લામાં મહિલાશક્તિનો મહોત્સવ

0
23
meetarticle

ગુજરાતમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા 11થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતે 11 ડિસેમ્બરે આ ભવ્ય મેળાનો રાજ્યવ્યાપી શુભારંભ કરશે.

આ મેળામાં દરેક જિલ્લામાં મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરવામાં આવશે. મોટા જિલ્લાઓમાં 100 અને નાના જિલ્લાઓમાં 50 સ્ટોલ ઉભા થશે, જેમાં લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, SHGs, મહિલા સ્ટાર્ટઅપ્સ, સહકારી સંસ્થાઓ અને મહિલા ખેડૂતો પોતાના ઉત્પાદનો અને નવીનતાઓ રજૂ કરશે.

  • સ્વદેશી પ્રદર્શન પેવેલિયન: હસ્તકલા, મિલેટ પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ સહિતના સ્ટોલ સાથે જીવંત ડેમો અને વેચાણ વ્યવસ્થા
  • પ્રેરણાત્મક ટોક શો અને સન્માન સમારોહ: સફળ મહિલા નેતાઓ અને ઉદ્યોગસાહસિકો સાથે ચર્ચા, તથા શ્રેષ્ઠ મહિલા કાર્યકર્તાઓનું સન્માન
  • બિઝનેસ-ટુ-બિઝનેસ લિન્કેજ: બાયર-સેલર મીટ અને ઈ-કોમર્સ જોડાણ દ્વારા માર્કેટ એક્સેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, સ્વદેશી સશક્તિકરણ અને મહિલા-સંચાલિત વિકાસ ના વિઝનને આગળ ધપાવતા આ મેળા મારફતે રાજ્યની લાખો મહિલાઓને નવી તક, માર્ગદર્શન અને આર્થિક શક્તિ મળશે.

આ પહેલ સુશાસન સપ્તાહ, હર ઘર સ્વદેશી અને વિકસિત ગુજરાત @ ૨૦૪૭ ના રોડમેપ સાથે સુસંગત બનીને, મહિલા-આગેવાની હેઠળના સૂક્ષ્મ ઉદ્યોગોને મજબૂત બનાવવા તથા નાણાકીય-ડિજિટલ સશક્તિકરણને વેગ આપશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here