GANDHINAGAR : ૧૦૮ એમ્બ્યુલન્સમાં જોડિયા બાળકની નોર્મલ ડિલીવરી, ત્રણ જીંદગી બચાવાઇ

0
38
meetarticle

 ગાંધીનગરના સચિવાલય પાસે આવેલા વિસ્તારોમાં રહેતી એક ૨૦ વર્ષીય સગર્ભાને આજે સવારે અચાનક પ્રસુતિનો દુઃખાવો થતા ૧૦૮ ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમયસર પહોંચેલી એમ્બ્યુલન્સમાં જ ઈએમટીએ કુશળતાપૂર્વક જોડિયા બાળકોની નોર્મલ ડિલિવરી કરાવી હતી તેમજ માતા અને બંને નવજાતને સુરક્ષિતરીતે હોસ્પિટલ પહોંચાડયા હતા.

સેક્ટર-૧૭માં સ્ટેન્ડ ટુ રહેતી ૧૦૮ એમ્બ્યુલન્સના ઇએમટી બલેશ પરમાર અને પાઇલોટ ભરતપુરીને આજે સવારે લગભગ ૪ઃ૧૦ કલાકે કોલ આવ્યો હતો કે, સચિવાલય સે-૧૦ પાસે રહેતી એક ૨૦ વર્ષિય પ્રસુતાને દુઃખાવો થાય છે. મેસેજ મળતાની સાથે એમ્બ્યુલન્સ તુરંત સ્થળે પહોંચી અને સગર્ભાને લઈને હોસ્પિટલ તરફ રવાના થઈ હતી પરંતુ થોડી જ વારમાં દુઃખાવો અસહ્ય બનતાં એમ્બ્યુલન્સને રોકવી પડી હતી અને ઈએમટી બલેશ પરમારે તુરંત પરિસ્થિતિને અનુસરીને તાત્કાલિક ડિલીવરી કરાવવાની જરૃર હોવાનો નિર્ણય લીધો હતો.ડો.તુષારના ટેલિફોનિક માર્ગદર્શન હેઠળ તેમણે એમ્બ્યુલન્સમાં જ કુશળતાથી પ્રથમ બાળકની ડિલિવરી કરાવી હતી ત્યારબાદ ખબર પડી કે જોડિયા બાળકો છે, તેથી તુરંત બીજા બાળકની પણ સફળ ડિલિવરી કરવામાં આવી હતી.ડિલિવરી બાદ ઈએમટીએ બંને નવજાતને રૃટિન કેર તથા ઓક્સિજન સપોર્ટ આપ્યો હતો જ્યારે માતાને જરૃરી ઓક્સિટોસિન ઈન્જેક્શન આપીને સ્થિતિ સ્થિર કરી હતી. ત્યારબાદ માતા અને બંને બાળકોને સુરક્ષિત રીતે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે ત્રણેયની તબિયત સારી હોવાનું જણાવ્યું હતું.આમ, ૧૦૮ની ટીમે એક નહીં પરંતુ ત્રણ જીંદગી બચાવી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here