હળવદ શહેરમાં ગણેશજીની પ્રતિમાઓનું વાજતે ગાજતે ગણેશ પંડાલોએ આગમન કર્યુ હતું. પંથકના ગણેશ મંડળો તેમજ ઘરે ઘરે લોકોએ ગણપતિજીના આગમનને લઈ પુરજોશમાં તૈયારીઓ કરી હતી.
આજરોજ ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા પોતાના ઘરોમાં ગણપતિજીની પ્રતિમાની સ્થાપના કરી છે. લોકોમાં ગણેશ મહોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષે ગણેશ મંડળો દ્વારા વિવિધ થીમ પર ગણેશ મંડળોના શણગારની તૈયારીઓ કરી છે. તાલુકામા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારા પંડાલો અને ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. સ્ટેશન રોડ કા રાજા, સોનીવાડ કા રાજ,હળવદ કા રાજા,કુભારપરા,વડનગર, સહિત વિવિધ સોસાયટીઓમાં પણ ગજાનંદ ગણપતિની સ્થાપન કરવામાં આવી છે.ધામક ભક્તો દ્વારા ધામક થીમ વિગેરે જેવા અનેક થીમ સાથે ગણેશ મંડળો દ્વારા તૈયારી કરી હતી. ઘરે ઘરે લોકોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરી છે. દસ દિવસ સુધી દાહોદમાં ગણેશ મહોત્સવની અનેક ધામક કાર્યક્રમો સહિત અન્ય કાર્યક્રમો થકી ઉજવણી થનાર છે.


