ગણપત યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજ બી. એસ. પટેલ પોલિટેક્નિક અને ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં આ વર્ષે નવો પ્રવેશ મેળવી પોતાની કારકિર્દીનો એક નવો જ મુકામ સર કરવા જઈ રહેલા વિવિધ વિષયની બાર જેટલી શાખાઓના હજારો વિદ્યાર્થીઓને આવકારવા અને પોત પોતાના અભ્યાસક્રમની વિગતવાર માહિતી આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષનો ઓરિએન્ટેશન પ્રોગ્રામ” જ્યોતિર્ગમય- 2025 “નું તાજેતરમાં ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંસ્થાઓ દ્વારા ઓફર થતાં વિવિધ એન્જિનિયરિંગ કોર્સિસની સંખ્યા 12 જેટલી છે જેમાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર આઈટી, ઓટોમોબાઇલ કેમિકલ, પેટ્રોકેમિકલ, બાયોમેડિકલ, ઇસી અને એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે.
હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં ભારે ઉમંગ અને દબદબાભેર ઉજાવાયેલા આ ” જ્યોતિર્મય – 2025 ” ઉત્સવમાં ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ – દાદા અને પોલિટેકનિક કોલેજના પ્રધાન-દાતા માનનીય શ્રી બેચરભાઈ પટેલે અમેરિકાથી ઓનલાઇન હાજરી આપી હતી, તો ગણપત યુનિવર્સિટીના ગ્રુપપ્રો ચાન્સેલર ડોક્ટર શ્રી મહેન્દ્ર શર્મા, જીલ ટેક-સોફ્ટ સ્થાપક અને સીઈઓ શ્રી મૌલિક મશરાની, જીલ ટેક્-સોફ્ટના ડાયરેક્ટ શ્રી પંડ્યા, સુઝુકી મોટર ગુજરાત પ્રાઇવેટ લિમિટેડના એચ. આર. મેનેજર શ્રી યોગેશ જોશી, રાધે બિલ્ડીંગના પ્રોપરાઇટર શ્રી કાર્તિક પટેલ સહિત અનેક મહાનુભાવોએ આ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને કારકિર્દી અને જીવનમાં સફળતા માટે માર્ગદર્શન અને આશીર્વાદ આપી ઉપકૃત કર્યા હતા. ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપાલ પ્રો..ડો..શ્રી કે.પી. પટેલ સાહેબે પોતાના આવકાર પ્રવચનમાં સૌ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે ધીરજ, લગન, સ્વયંશિસ્ત અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી.
ઓરિએન્ટેશન પ્રોગ્રામ- “જ્યોતિર્ગમય – 2025 “ના પ્રારંભિક સમારોહ બાદ વિદ્યાર્થીઓને પોતપોતાના કોર્સ પ્રમાણે ક્લાસરૂમ, લાઇબ્રેરી , લેબ, કોમ્પ્યુટર લેબ, વર્કશોપ વિઝીટ કરાવી પરિચય કરવવામાં આવ્યો તેમજ પરીક્ષા, હાજરી, ટ્રાન્સપોર્ટેશન વગેરેની પણ વિશેષ છણાવટ કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો.
“જ્યોતિર્ગમય”ની ઉજવણીમાં તમામ પ્રાધ્યાપક મિત્રો અને સંસ્થાના એન.એસ.એસ.ના સ્વયંસેવક વિદ્યાર્થીમિત્રોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદાન આપી સમગ્ર કાર્યક્રમને ખુબ સફળ બનાવ્યો હતો .
ગણપત યુનિવર્સિટીની ડિપ્લોમા કોલેજ અનેઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીને પોતાના ઉચ્ચ અભ્યાસક્રમ માટે પસંદ કરવા બદલ સંસ્થાએ વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.


