કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે બીટ કેળવણી નિરીક્ષક ગૌરવ પંચાલે ચાર્જ સાંભાળ્યો હતો જેમાં કાંકરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયરામભાઈ જોષી. મંત્રી તેજમાલસિંહ પરમાર. ગ્રાહક સહકારી મંડળીના ચેરમેન દશરથજી ઠાકોર. સી આર સી પ્રહલાદભાઈ જોષી. જિલ્લા સંઘ મહિલા પ્રમુખ બિંદુબા ઝાલા સહિત અન્ય શિક્ષકો દ્વારા નવીન ટીપીઓ ગૌરવ પંચાલ નું સાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને કાંકરેજ તાલુકાની દરેક શાળામાં સુંદર રીતે વહીવટ કરવામાં આવે તેમજ શાળાના જેતે પડતર પ્રશ્નો હલ થાય તેમજ રેગ્યુલર શિક્ષકો શાળામાં હાજરી આપી ને બાળકોને ભણાવવા માટે કટિબધ્ધ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી
અને ટીપીઓ ગૌરવ પંચાલે ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે તેઓ પુરી નિષ્ઠા અને નિસ્વાર્થ ભાવે પોતાની ફરજ બજાવશે જોકે હાલમાં કાંકરેજ તાલુકામા બીટ નંબર ત્રણ માં ૮૯ શાળાઓ છે બીટ નંબર બે માં ૯૨ અને બીટ નંબર એક માં ૮૩ શાળા આવેલ છે એટલે કુલ મળીને કાંકરેજ તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓ ૨૬૪ આવેલી છે અને ૧૪ પ્રાઈવેટ પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાં દરેક શાળાઓ પર વિઝિટ કરી ને એનો તાગ મેળવી યોગ્ય રીતે આયોજન કરી શૈક્ષણિક કામગીરી કરવામાં આવશે જોકે ૨૫ જેટલા પગાર કેન્દ્રો આવેલ છે તેની સીધીરેખદેખ ટીપીઓ ગૌરવ પંચાલ દ્વારા કરવામાં આવશે આમ નવા ટીપીઓ ગૌરવ પંચાલ નું સન્માન કરવામાં આવ્યું હતું અને શુભેરછાઓ પાઠવી હતી
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ કાંકરેજ


