GIR SOMNATH : વહેલી સવારે યુવતીના અપહરણનો પ્રયાસ, હિંમતભર્યા પ્રતિકારથી અજાણ્યો શખ્સ ભાગ્યો

0
10
meetarticle

ઉનામાં અજાણ્યા શખ્સે એકલતાનો લાભ લઈ રસ્તે જતી એક યુવતીને પકડી પાડી તેને બળજબરીપૂર્વક પોતાની સાથે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.ઉના શહેરના હાર્દ સમાન લાયબ્રેરી ચોક વિસ્તારમાં વહેલી સવારે આશરે 7 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જ્યારે શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું, ત્યારે એક અજાણ્યા શખ્સે એકલતાનો લાભ લઈ રસ્તે જતી એક યુવતીને પકડી પાડી તેને બળજબરીપૂર્વક પોતાની સાથે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.

આ અણધાર્યા હુમલાથી ગભરાવાના બદલે યુવતીએ અદભૂત હિંમત દાખવી હતી. તેણે જોરજોરથી બૂમાબૂમ કરી પ્રતિકાર કરવાનું શરૂ કરતાં, પકડાઈ જવાની બીકે શખ્સ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં નરાધમની કરતૂત સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ વીડિયો સામે આવતા જ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઘટનાની ગંભીરતાને જોતા ઉના પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. વીડિયો ફૂટેજને આધારે આરોપીને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં અને કલાકો વીતી ગયા હોવા છતાં યુવતીના પરિવારજનો હજુ સુધી ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા નથી. આમ છતાં, પોલીસે સ્વયંભૂ તપાસ હાથ ધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાની તૈયારી કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here