ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન સામેની કાર્યવાહીમાં એલસીબીને મોટી સફળતા મળી છે. કોડીનાર તાલુકાના પેનઢાવાડા ગામે બાબરવા નદી કાંઠેથી દેશી દારૂની મીની ફેક્ટરી પકડી પાડવામાં આવી છે એલસીબી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી હતી.

આ દરોડામાં પેઢાવાડાના હિતેશભાઈ નાથાભાઈ વાળા (29) અને પાવટીના કિરણ ઉર્ફે કરણ ટપુભાઈ વાઢેળ (31)ની ધરપકડ કરવામાં આવી છે પોલીસે સ્થળ પરથી 20 લીટર તૈયાર દારૂ, 800 લીટર આથો, 100 લીટર ગરમ આથો ભરેલ બેરલ, દારૂ ગાળવાના સાધનો, બે ગેસ સિલિન્ડર, યુલા અને બે મોબાઈલ ફોન મળી કુલ ₹47,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે ગીર સોમનાથ જિલ્લો છેલ્લા કેટલાક સમયથી પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે સંવેદનશીલ ગણાય છે. પોલીસ તંત્ર દ્વારા સતત અભિયાન ચલાવીને આવા તત્વોને નાબૂદ કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારમાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પોલીસ ચલાવી લેશે નહીં
REPOTER : કૈલૈશ ભટ્ટ ઉના

