પ્રભાસ પાટણ સ્થિત વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના દરિયાકિનારે આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પ્રતિબંધ હોવા છતાં સમુદ્રમાં ન્હાવા પડેલી એક મહિલા પ્રવાસી અચાનક ઉછળતા મોજામાં તણાઈ ગઈ હતી. જોકે, ત્યાં હાજર સ્થાનિક યુવકોની સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક મોટી જાનહાનિ ટળી છે.
બપોરે અંદાજે 3:30 વાગ્યે જ્યારે સોમનાથ બીચ શ્રદ્ધાળુઓથી ભરેલો હતો, ત્યારે અચાનક એક મહિલા દરિયાના જોખમી મોજામાં ખેંચાવા લાગી હતી. મહિલાને ડૂબતી જોઈ કિનારે હાજર લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. આ સમયે ત્યાં કામ કરતા સ્થાનિક ફોટોગ્રાફરો, ઘોડેસવાર અને ઊંટસવાર યુવકોએ જરા પણ વિલંબ કર્યા વગર અંદાજે 10 જેટલા મિત્રોએ દોરડા સાથે સમુદ્રમાં ઝંપલાવ્યું હતું.

ભરતીના જોખમી મોજાઓ વચ્ચે આ યુવકોએ ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જો આ યુવકો સેકન્ડોના વિલંબમાં પહોંચ્યા હોત તો મહિલાનું ડૂબી જવાથી મોત નિશ્ચિત હતું. માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આ સ્થાનિક સાહસિકોની કામગીરીને ત્યાં હાજર તમામ પ્રવાસીઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
વે છે અને તંત્ર દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં પ્રવાસીઓ સેલ્ફી લેવા કે ન્હાવા માટે દરિયામાં ઉતરતા હોય છે. અગાઉ પણ અહીં અનેક યાત્રિકો ડૂબી જવાથી જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે આ ઘટના ફરી એકવાર પ્રવાસીઓની બેદરકારી અને સ્થાનિક યુવકોની વીરતાની સાક્ષી પૂરે છે.
