BUSINESS : પુતિન- ટ્રમ્પની બેઠક પૂર્વે વૈશ્વિક તેમજ સ્થાનિક સોના-ચાંદીમાં સ્થિર વલણ

0
100
meetarticle

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે મળી રહેલી બેઠક પૂર્વે તથા અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર મુદ્દે કોઈપણ સંકેત મળે તે પહેલા વિશ્વ બજારમાં સોનાચાંદીમાં સ્થિરતા જોવા મળી હતી.

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ભાવમાં મોટી વધઘટનો અભાવ હતો. રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોની ટ્રમ્પે ચીમકી આપી છે ત્યારે શુક્રવારની બેઠકના પરિણામ પર વિશ્વની નજર રહેલી છે. બેઠક પહેલા ક્રુડ તેલના ભાવ પણ નીચી સપાટીએ ટકેલા રહ્યા હતા. હાલના સ્તરે ક્રુડ તેલ રેન્જબાઉન્ડ રહ્યા કરે છે.

સ્થાનિક મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ જીએસટી વગર રૂપિયા ૧૦૦૦૨૩ બોલાતુ હતુ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૯૬૨૨ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૧૪૯૩૩ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ દસ ગ્રામ દીઠ રૂપિયા ૧૦૩૩૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામના રૂપિયા ૧૦૩૦૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૧૬૦૦૦ બોલાતા હતા.

વિશ્વ બજારમાં સૌનુ પ્રતિ ઔંસ ૩૩૫૨ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૩૮.૨૫ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૫૫ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૪૪ ડોલર મુકાતું હતું. ટ્રમ્પ-પુતિનની બેઠકના પરિણમા પર ખેલાડીઓની નજર રહેલી છે.

ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈ બેરલ દીઠ ૬૨.૯૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૬ ડોલર મુકાતું હતું. મોટા હકારાત્મક પરિબળના અભાવે ક્રુડ તેલ હાલના સ્તરે અથડાતુ રહે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here