દેશમાં ફરી એક વખત ડિજિટલ અરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વ્યક્તિએ 1 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. ગોવામાં ડિજિટલ અરેસ્ટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ મામલે પણજી પોલીસે જણાવ્યું કે કેરળના એક વ્યક્તિની દક્ષિણ ગોવાના રહેવાસીને ડિજિટલ અરેસ્ટ કરીને 1.05 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે.
કૂલ રકમ 9.02 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી
પોલીસ અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે આરોપીની ઓળખ ગોકુલ પ્રકાશ એમકે તરીકે થઈ છે, જેને પોતાને કાયદા અમલીકરણ અધિકારી બતાવ્યો અને પીડિતને ધમકાવીને દાવો કર્યો કે તે એક મની લોન્ડ્રીંગ કેસમાં શંકાસ્પદ છે. પીડિતને એક ખોટું ધરપકડ વોરંટ દેખાડવામાં આવ્યું અને ઘણી બેન્કના લેણદેણના માધ્યમથી 1.05 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. પોલીસ અધિક્ષકે કહ્યું કે પીડિતના ICICI બેન્ક ખાતામાંથી છેતરપિંડીના 24 લાખ રૂપિયાની રકમ પ્રાપ્ત થઈ, જેનો સંબંધ 10 રાજ્યમાં 13 કેસ સાથે જોડાયેલો છે. જેની કૂલ રકમ 9.02 કરોડ રૂપિયાથી વધારે છે.
કેરળના કન્નુરમાંથી આરોપી ઝડપાયો
9 જુલાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો અને પીએસઆઈના નેતૃત્વમાં એક પોલીસ દળે કેરળના કન્નુરમાં શંકાસ્પદને શોધી કાઢ્યો અને 7 ઓગસ્ટે તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં આરોપીને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે અને કેસની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આ કેસમાં સામેલ અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.


