BUSINESS : સોનાનો વાયદો રૂ.1,06,450ના ઓલ ટાઇમ હાઇના સ્તરેઃ ચાંદીનો વાયદો રૂ.224 વધ્યોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા ઘટ્યા

0
87
meetarticle

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.112549.29 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.19752.88 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.92795.14 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24871 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.1642.28 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 15175.03 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.106199ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.106450ના ઓલ ટાઇમ હાઇના સ્તરને અને નીચામાં રૂ.105852ના સ્તરને સ્પર્શી, રૂ.105792ના આગલા બંધ સામે રૂ.658ના ઉછાળા સાથે રૂ.106450ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.555 વધી રૂ.85442ના સ્તરે પહોંચ્યો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.10692 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.592 વધી રૂ.105706ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.105987ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.106522 અને નીચામાં રૂ.105902ના મથાળે અથડાઈ, રૂ.105795ના આગલા બંધ સામે રૂ.727 વધી રૂ.106522ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.122668ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.122915 અને નીચામાં રૂ.122338ના સ્તરને સ્પર્શી, રૂ.122641ના આગલા બંધ સામે રૂ.224 વધી રૂ.122865ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.366 વધી રૂ.124719 થયો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.381 વધી રૂ.124730 થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ. 3332.78 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3570ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3700 અને નીચામાં રૂ.3319ના મથાળે અથડાઈ, રૂ.62 ઘટી રૂ.3585ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5752ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5784 અને નીચામાં રૂ.5649ના સ્તરને સ્પર્શી, રૂ.5786ના આગલા બંધ સામે રૂ.116 ઘટી રૂ.5670ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.115 ઘટી રૂ.5671ના સ્તરે પહોંચ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ રૂ.6.3 વધી રૂ.268.2ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.6.2 વધી રૂ.268.1ના સ્તરે પહોંચ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.967.4ના ભાવે ખૂલી, 60 પૈસા ઘટી રૂ.970ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2460ના ભાવે ખૂલી, રૂ.16 ઘટી રૂ.2554 થયો હતો.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 22525 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 55115 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 19498 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 206862 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 17528 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 21715 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39453 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 151565 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 990 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14799 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 34302 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24803 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 24871 પોઇન્ટના સ્તર અને નીચામાં 24771 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 142 પોઇન્ટ વધી 24871 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5800ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.47.2 ઘટી રૂ.97.5ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.75 વધી રૂ.12.9 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.108000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.247.5 વધી રૂ.1157.5 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.191 વધી રૂ.3175 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 49 પૈસા ઘટી રૂ.9.9ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 25 પૈસા વધી રૂ.3.98 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.7400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 80 પૈસા ઘટી રૂ.4.95ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.265ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.3.1 વધી રૂ.15.5 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.365.5 વધી રૂ.1963 થયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.179.5 વધી રૂ.3114ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.61.9 વધી રૂ.173.8 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.1 ઘટી રૂ.10.95ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.102000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.51.5 ઘટી રૂ.373 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.60 ઘટી રૂ.1260ના ભાવે બોલાયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 82 પૈસા વધી રૂ.9.54 થયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 7 પૈસા ઘટી રૂ.2ના ભાવે બોલાયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5700ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.63.6 વધી રૂ.175.9ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.260ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.05 ઘટી રૂ.10.95 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.220.5 ઘટી રૂ.1189.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.79 ઘટી રૂ.1309 થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here