BUSINESS : સોનાના વાયદામાં રૂ.363 અને ચાંદીના વાયદામાં રૂ.605ની વૃદ્ધિઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.26ની નરમાઇ

0
111
meetarticle

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.57282.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.11108.58 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.46173.06 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24963 પોઇન્ટના સ્તરે હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.673.64 કરોડનું થયું હતું.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.9154.40 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.106676ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.107151 અને નીચામાં રૂ.106600ના સ્તરને સ્પર્શી, રૂ.106417ના આગલા બંધ સામે રૂ.363 વધી રૂ.106780 થયો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.338 વધી રૂ.85780ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.47 વધી રૂ.10735ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.465 વધી રૂ.105972ના ભાવે બોલાયો હતો. ગોલ્ડ-ટેન સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.106431ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.107187 અને નીચામાં રૂ.106431ના મથાળે અથડાઈ, રૂ.106424ના આગલા બંધ સામે રૂ.441 વધી રૂ.106865ના ભાવે બોલાયો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.123500ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.125100 અને નીચામાં રૂ.123500ના સ્તરને સ્પર્શી, રૂ.123920ના આગલા બંધ સામે રૂ.605 વધી રૂ.124525ના સ્તરે પહોંચ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.644 વધી રૂ.124435ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદી-માઇક્રો નવેમ્બર વાયદો રૂ.633 વધી રૂ.124420 થયો હતો.

બિનલોહ ધાતુઓમાં રૂ.856.32 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું સપ્ટેમ્બર વાયદો રૂ.4.05 વધી રૂ.903.8ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર વાયદો રૂ.1.9 વધી રૂ.275.2 થયો હતો. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.1.1 વધી રૂ.254.45 થયો હતો. સીસું સપ્ટેમ્બર વાયદો 35 પૈસા વધી રૂ.181.75ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં રૂ.1023.15 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી સપ્ટેમ્બર વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.3782ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.3782 અને નીચામાં રૂ.3655ના સ્તરને સ્પર્શી, રૂ.9 વધી રૂ.3703ના સ્તરે પહોંચ્યો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.5591ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5613 અને નીચામાં રૂ.5576ના મથાળે અથડાઈ, રૂ.5611ના આગલા બંધ સામે રૂ.26 ઘટી રૂ.5585 થયો હતો. ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.25 ઘટી રૂ.5587 થયો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયુદીઠ કોઈ ફેરફાર વગર રૂ.272.4 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 10 પૈસા વધી રૂ.272.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.997.9ના ભાવે ખૂલી, રૂ.15.5 ઘટી રૂ.977.7 થયો હતો. એલચી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.2550ના ભાવે ખૂલી, રૂ.11 ઘટી રૂ.2550ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 21877 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 51211 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 17956 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 193366 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 18239 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 19754 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 39071 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 142566 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 842 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 14749 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 29763 લોટના સ્તરે રહ્યો હતો.

ઇન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 24983 પોઇન્ટના સ્તરે ખૂલી, ઉપરમાં 25025 પોઇન્ટના સ્તર અને નીચામાં 24920 પોઇન્ટના સ્તરને સ્પર્શી, 50 પોઇન્ટ વધી 24963 પોઇન્ટના સ્તરે હતો.

કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.19.9 ઘટી રૂ.129.7 થયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ કોઈ ફેરફાર વગર રૂ.11.8ના ભાવે બોલાયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.131.5 વધી રૂ.1463 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.204 વધી રૂ.2523 થયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.910ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.1.23 વધી રૂ.7.93 થયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.275ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ 83 પૈસા વધી રૂ.3.89 થયો હતો.

મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.7400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ 75 પૈસા ઘટી રૂ.3.25ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 25 પૈસા વધી રૂ.14.55 થયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.107000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.130 વધી રૂ.1431ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.125000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.189.5 વધી રૂ.2450ના ભાવે બોલાયો હતો.

પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.4 વધી રૂ.155.4ના ભાવે બોલાયો હતો. જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા ઘટી રૂ.11.8 થયો હતો.

સોનું સપ્ટેમ્બર રૂ.105000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.134 ઘટી રૂ.840 થયો હતો. આ સામે ચાંદી સપ્ટેમ્બર રૂ.120000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.181.5 ઘટી રૂ.1020ના ભાવે બોલાયો હતો. તાંબું સપ્ટેમ્બર રૂ.900ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.96 ઘટી રૂ.8.75ના ભાવે બોલાયો હતો. જસત સપ્ટેમ્બર રૂ.277.5ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1.18 ઘટી રૂ.4.91 થયો હતો.

મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર રૂ.5600ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15.5 વધી રૂ.156 થયો હતો. નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર રૂ.270ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ 20 પૈસા ઘટી રૂ.11.8ના ભાવે બોલાયો હતો. સોનું-મિની સપ્ટેમ્બર રૂ.106000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.188 ઘટી રૂ.1268.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની સપ્ટેમ્બર રૂ.124000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.375.5 ઘટી રૂ.2552 થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here