સોનાના ભાવે આખરે આજે તેમનો સતત વધારાનો વેગ તોડ્યો. 13 નવેમ્બરના રોજ દેશભરમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં વધારો ચાલુ રહ્યો હતો.
દેશમાં સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો પરંતુ હવે સોનાના ભાવે રફતાર પકડી છે. દેશમાં સોના ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે આવો જાણીએ 13 નવેમ્બરે શું છે સોના ચાંદીના ભાવ.
આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹1,27,800 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યુ છે. જે બુધવારના ભાવ કરતાં ₹2290નો વધારો દર્શાવે છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹ 1,17,150 પર ટ્રેડ થઇ રહ્યો છે. જે ₹2100 નો વધારો દર્શાવે છે. તેવી જ રીતે 18 કેરેટ સોનું પણ પ્રતિ ગ્રામ ₹9,5850 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે ₹1720 નો વધારો દર્શાવે છે.

24 કેરેટ સોનું એક જ દિવસમાં ₹2290 મોંઘુ થયું છે, જે પ્રતિ 10 ગ્રામ ₹2100 હતું. બુધવારથી 18 કેરેટ સોનામાં પણ પ્રતિ 10 ગ્રામ ₹1720 નો વધારો જોવા મળ્યો છે. બુધવારે સોનાના ભાવમાં થોડી સુસ્તી જોવા મળી હતી. 12 નવેમ્બર, 2025 ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ પાછલા દિવસ કરતા 330 રૂપિયા ઘટીને 125510 થયો હતો. તેવી જ રીતે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 300 રૂપિયા ઘટીને 115050 થયો હતો અને 18 કેરેટ સોનાનો ભાવ પણ 250 રૂપિયા ઘટીને 94130 થયો હતો.
આજે ચાંદીના ભાવ
ભારતમાં આજે ચાંદીનો ભાવ પ્રતિ ગ્રામ ₹172 છે. એક કિલોગ્રામ ચાંદી ₹172,000 માં વેચાઈ રહી છે. જે બુધવારની સરખામણીમાં ₹10,000 નો વધારો દર્શાવે છે.
શહેર
24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,27,850 1,17,150
ચેન્નાઇ 1,28,730 1,18,000
સુરત 1,27,850 1,17,200
મુંબઇ 1,27,800 1,17,150
દિલ્હી 1,27,950 1,17,300
કોલકાતા 1,27,800 1,17,150
વડોદરા 1,27,850 1,17,200
સોનું ખરીદતી વખતે શું રાખશો ધ્યાન ?
સોનું ખરીદતી વખતે હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક સાથે સોનું ખરીદો. આ એક આલ્ફાન્યૂમેરિક નંબર છે જે સોનાની શુદ્ધતા નક્કી કરે છે. ઉપરાંત, હંમેશા કિંમતને ક્રોસ-ચેક કરો. આજના સોનાના ભાવ પ્રતિ ગ્રામ અથવા કેરેટ દ્વારા 10 ગ્રામ જોવા માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જેવી વિવિધ વેબસાઇટ્સની મુલાકાત લો.

