કેન્દ્ર સરકારે દિવ્યાંગ કર્મચારીઓને સામાન્ય દર કરતાં બમણું પરિવહન ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત ‘દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, 2016’ હેઠળ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે દિવ્યાંગ કર્મચારીઓને સામાન્ય દર કરતાં બમણું પરિવહન ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત ‘દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, 2016’ હેઠળ કરવામાં આવી છે અને નાણાં મંત્રાલયે દેશના તમામ મંત્રાલયો અને વિભાગોને આ આદેશનું કડક પાલન કરવા સૂચના આપી છે. 15 સપ્ટેમ્બર 2022ના પૂર્વ આદેશમાં સુધારા સાથે નવું માર્ગદર્શન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં દિવ્યાંગતાની કેટલાંક પ્રકારોની યાદી ઉમેરવામાં આવી છે. આ યાદીમાં આવનારા કર્મચારીઓને હવે બમણું પરિવહન ભથ્થું મળશે.
સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું, હાઉસ રેન્ટ અલાઉન્સ, મુસાફરી ભથ્થું, બાળકોની શિક્ષણ સહાય, હોસ્ટેલ સબસિડી જેવી અનેક સુવિધાઓ મળે છે. દિવ્યાંગ કર્મચારીઓ માટે અગાઉથી કેટલીક વધારાની સહાય હતી, પરંતુ હવે બમણું પરિવહન ભથ્થું મળવાથી તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર રાહત મળશે.
શા માટે જરૂરી છે આ સુવિધા?
દિવ્યાંગ કર્મચારીઓને જીવનમાં મુસાફરી સહિત અનેક વધારાની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કામ પર આવવા-જવાના ખર્ચમાં રાહત આપવા માટે આ ભથ્થું મહત્વપૂર્ણ છે. સરકારના આ પગલાથી ફક્ત આર્થિક મદદ જ નહીં પરંતુ સામાજિક સમાવેશને પણ પ્રોત્સાહન મળશે.
ક્યા પ્રકારના દિવ્યાંગ લાભાર્થી બનશે?
આ ભથ્થાનો લાભ અનેક પ્રકારના દિવ્યાંગોને મળશે. જેમ કે સાજા થઈ ચૂકેલા કુષ્ઠરોગી, સેરેબ્રલ પાલ્સી પીડિત, બોનાપણ, એસિડ એટેકના શિકાર, અંધત્વ, બહેરાપણું અને માનસિક બિમારીઓ ધરાવતા કર્મચારીઓ.


