શિક્ષણ પરંપરાને ઉજાગર કરતો પાંચમી સપ્ટેમ્બર નો દિવસ એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ ને શિક્ષક દિવસ તરીકે પ્રતિ વર્ષ ઉજવાય છે તૈયારે ૫ મી સપ્ટેમ્બરના જાહેર રજા આવતી હોય તેથી ગઈ કાલે એક દિવસ વહેલા પોરબંદર- સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર પોરબંદર તાલુકાના ગોસા (ઘેડ) ગામે આવેલ માતૃશ્રી પુરીબેન જીવનભાઈ લાખાણી હાઇસ્કુલ માં વિદ્યાર્થીઓ શિક્ષક બની અને ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની “શિક્ષક દિન”તરીકે ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
ડો.રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ પદ મેળવ્યા પછી પણ તે શિક્ષક રહ્યા. વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસ ને ઉજવવાનું નક્કી કર્યું ત્યારે. ડો રાધા કૃષ્ણનને પોતાનો જન્મદિવસ “શિક્ષક દિન” તરીકે ઉજવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી તેથી પાંચમી સપ્ટેમ્બર” શિક્ષક દિન તરીકે પ્રતિ વર્ષ ઉજવાય છે. આ દિવસ શિક્ષણ પરંપરાને ઉજાગર કરવાનો દિવસ બનવવા દર વર્ષ શાળા કોલેજોમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી શાળામા, કોલેજમાં વિદ્યાર્થીઓ આ દિવસે શિક્ષક બની વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવે છે
ત્યારે ગઈ કાલે ગોસા(ઘેડ) ગામે નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માતૃશ્રી પુરીબેન જીવનભાઈ લાખાણી હાઇસ્કુલ ગોસાના પ્રિન્સિપલ સંતોકબેન આગઠના માર્ગદર્શન હેઠળ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષક બનવાનો બનાવી હાઈસ્કૂલમાં શૈક્ષણિક કાર્ય કરવા માટે શિક્ષક બનાવતા વિદ્યાર્થીઓમાં એક અનેરો ઉત્સાહ જોવામાં મળ્યો.
હાઈસ્કૂલમાં જે રીતે શિક્ષકો વિદ્યાર્થીઓને ક્લાસ રૂમમાં શિક્ષણ કાર્યમાં પિરિયડ લેતા હોય છે. તેવી જ રીતે ગઈ કાલે વિદ્યાર્થીઓએ પણ એક શિક્ષક બની પોતાના જ સાથી વિદ્યાર્થીઓના ક્લાસ લઈ શિક્ષણના પાઠ ભણાવ્યા હતા. ગઈ કાલે હાઈસ્કૂલમાં રાબેતા મુજબ શિક્ષણકાર્ય હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ધોરણ ૧૦ની વિદ્યાર્થીની આગઠ દિવ્યા લી લાભાઈ એ ભૂમિકા ભજવી હતી જ્યારે ક્લાર્ક તરીકે ધોરણ ૧૦ની વિદ્યાર્થીની વાલી લીલાભાઈ ઓડેદરા તેમજ શિક્ષકો તરીકે ધોરણ ૧૦ ક્લાસના ૧૦ના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓમાં અંગ્રેજી વિષયમાં જયદીપ જીવા ઓડેદરા, હિન્દી વિષયમાં શિક્ષક કર્મદીપ મયુર સિંહ જાડેજા અને શિક્ષિકા તરીકે મંજુ અરભમ મોઢવાડિયા, સમાજ શાસ્ત્રમાં શિક્ષિકા જયશ્રી બળદેવભાઈ ઓડેદરા, ગુજરાતી વિષયમાં શિક્ષિકા જાગૃતિ સુરા કોડીયાતર અને ડ્રોઈંગ વિભાગમાં શિક્ષક તરીકે નિલેશ કુછડીયા વિગેરે એ સુંદર રીતે શિક્ષણ કાર્યમાં ભૂમિકા અદા કરી હતી
જ્યારે ધોરણ નવ ના ક્લાસમાં ૯ ના વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓમાં સમાજશાસ્ત્ર ના શિક્ષક યુવરાજ કલ્પેશગીરી ગોસ્વામી, ગણિત ના શિક્ષક સિદ્ધાર્થ રમેશકોડીયાતર, ગુજરાતી ના શિક્ષક આશિષ આલાભાઇ કોડીયાતર, સંસ્કૃત વિષયના શિક્ષિકા તરીકે ક્રિષ્ના કોડીયાતર, સંસ્કૃતમાં શિક્ષિકા શાંતિ સુરાભાઈ કોડીયાતર, સમાજશાસ્ત્ર વિષયમાં શિક્ષિકા ખુશી વૈદેભાઈ ઓડેદરા અને ડ્રોઈંગ વિષયમાં શિક્ષિકા તરીકે જાનવી વૈદેભાઈ ઓડેદરા, પટાવાળા ની ભૂમિકા મિલન લખમણ ખૂટી અને ગોગન જેઠાભાઈ કોડીયાતર સહિત ના હોય નિયમિત શિક્ષણકાર્યમાં લેક્ચર અને વિદ્યાર્થીઓને જ્ઞાન પ્રદાન કર્યું હતું
વિદ્યાર્થીઓ એ પ્રિન્સિપાલ થી ક્લાર્ક અને પટાવાળા તરીકે સુંદર શિક્ષક બની શિક્ષક દિવસ ઉજવણી પૂર્ણ કર્યા બાદ એક દિવસીય બનેલ વિદ્યાર્થી શિક્ષકો બની શિક્ષક દિનની સફળ બનાવનાર તમામ શિક્ષક વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ ના પ્રિન્સિપાલ સંતોકબેન આગઠ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા શિક્ષકો ની ભૂમિકા ભજવનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીની ઓએ સુંદર રીતે ભજવી તે બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા
રિપોર્ટર :- વિરામભાઈ કે. આગઠ


