GUJARAT : ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી

0
72
meetarticle

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજથી ગુજરાતના બે દિવસીય પ્રવાસે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું
ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાનશ્રી તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવાના છે.

વડાપ્રધાનશ્રીના આગમન વેળાએ કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી, પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય, જીએડીના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સુનયના તોમર, એર માર્શલ એસ. શ્રીનિવાસ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી અને અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું.
——-

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here