રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું રાઠ પ્રદેશ તરીકે ઓળખાતા છોટાઉદેપુર જિલ્લામાં બે દિવસીય મુલાકાતે છે. ત્યારે આજે સાંજે તેમનું બોડેલી હેલિપેડ પર આગમન થતાં તેઓનું પુષ્પગુચ્છ સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ અહીં રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય સર્વ શ્રી અભેસિંહ તડવી, જયંતીભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલ, જિલ્લા કલેકટરશ્રી ગાર્ગી જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા અને અગ્રણી શ્રી ઉમેશ રાઠવાએ રાજ્યપાલશ્રીને હેલિપેડ ખાતે આવકાર્યા હતા.
REPORTER : સોહેલ પઠાણ છોટાઉદેપુર

