વાઘોડિયા તાલુકાના જરોદ ગામ ખાતે જરોદ ગ્રામ પંચાયત ના પટાંગણમાં જરોદ ગ્રામ પંચાયત અને જરોદ કુમાર શાળા ના સંયુક્ત સહયોગ વડે આન બાન અને શાન થી 79 સ્વંત્રતા દિન 15 ઑગસ્ટ નિમિત્તે જરોદ સરપંચ મનિષાબેન રૂપેશભાઈ સોલંકી ના વરદહસ્તે ધ્વજ વંદન નો કાર્યક્રમ યોજાયો અને કુમાર શાળા ખાતે શાળા ના આચાર્ય ના વરદહસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો ધ્વજવંદન ના કાર્યક્રમ બાદ જરોદ ગામ નાં વરીષ્ઠ સિનિયર સિટીઝન પત્રકારો કિશન, ટી, રોહિડા અને હસમુખ લાલ શાહ નું શાલ ઓઢાડી પુષ્પ ગુચ્છ આપીને સન્માન જરોદ ગામ નાં સરપંચ મનિષાબેન રૂપેશભાઈ સોલંકી અને એડવોકેટ રૂપેશભાઈ કાંતીભાઇ સોલંકી એ ભવ્ય સન્માન કર્યું હતું
જ્યારે જરોદ પોલીસ સ્ટેશન ના પટાંગણમાં પોલીસ કુમક સહિત જી આર ડી ના જવાનો ની ઉપસ્થિતિ માં જરોદ પોલીસ સ્ટેશન ના પી આઈ એમ આર ચૌધરી ના વરદહસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો જરોદ ગામ નાં નિષ્કા સ્કૂલ, શ્રી એમ પી હાઇસ્કૂલ, અને નાલંદા વિદ્યાલય ખાતે આન બાન અને શાન થી દેશ ભક્તિ ના ગીતો ની શહેનાઇ ના સુરો વચ્ચે ભારે દબદબાભેર 79 સ્વંત્રતા દિવસ 15 મી ઓગસ્ટ ની ઉજવણી સાથે ધ્વજવંદન ના કાર્યક્રમો યોજાયા
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા


