પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ની ઉપસ્થિતિ માં જિલ્લા નાં આગેવાન જિલ્લા પ્રમુખ શ્રી નિકુંજભાઇ સાવલિયા, સાવરકુંડલા તાલુકા પ્રમુખ વિપુલભાઈ વીરાણી તેમજ આગેવાનશ્રી ઓ કાંતિભાઈ સતાસિયા, ઓધવજીભાઇ પટેલ, ઇશ્વરભાઇ સિધ્ધપુરા, ઉપસ્થિત રહ્યા હતા.
વિજપડી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા ભાજપ કોંગ્રેસ નાં અનેક કાર્યકરો આમ આદમી પાર્ટી નો ખેંચ ધારણ કરી આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.
વીજપડી નાં ભાજપ નાં પીઢ અને ભાજપના પાયાના આગેવાન અને વીજપડી વેપારી એસોસિયેશન નાં ઉપ પ્રમુખ એવાં ભાવેશભાઈ લાડુમોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી આમ આદમી પાર્ટી નો ખેંચ પેહરી આમ આદમી પાર્ટી માં જોડાયા હતા.
અને ભાજપ ઉપર અનેક પ્રહારો કર્યા હતા.
આમ આદમી પાર્ટી નાં જિલ્લા તાલુકા ના આગેવાનો યે ભાજપ શાસિત સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જનતા નેં જાગૃત થવા માટે ટોકર કરી હતી.
અને આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે જોડાવા આહવાન કરેલ હતું.
અને વીજપડી ની આ ગુજરાત જોડો જનસભાનુ ભવ્ય આયોજન સફળ થયેલ હતું આ સફળ કાર્યક્રમ નાં સહભાગી.
વીજપડી તેમજ સાવરકુંડલા નાં આગેવાન શ્રી મનીષ શેલડીયા, એડવોકેટ અમીતભાઈ રાઠોડ, આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી કિરીટસિહ ભાટી,સમીર ખોખર,મનુભાઇ મોરી, કરશનભાઇ ઢાકેચા, મહેશભાઈ ઉચદડીયા, મંગળદાસ હરીયાણી, જગુભાઈ બુધેલા.
આ તમામ આગેવાનો ની મહેનત રંગ લાવી હતી અને આમ આદમી પાર્ટી નાં પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, નિકુંજભાઇ સાવલિયા એ પ્રશંસા કરી હતી. તેમ સમીર ખોખરે જણાવેલ હતું..
(સમીર ખોખર)




