ઈસ્લામ ધર્મના લોકો હજરત મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી ઈદ-એ-મિલાદના રૂપમાં ઉજવે છે. ઈસ્લામિક કેલેન્ડર અનુસાર આ તહેવાર ત્રીજા મહિનાના રબી-ઉલ-ઉબ્બલના 12માં દિવસે ઉજવવામાં આવે છે.
હજરત મુહમ્મદ સાહેબના જન્મદિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. તેમને ઈસ્લામિક ધર્મના છેલ્લા પૈગંબર માનવામાં આવે છે
આ તહેવાર ઈસ્લામિક લોકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને તેમને પૈગંબરની શિક્ષાઓને યાદ કરવાના અવસર પ્રદાન કરે છે. તેના ઉપરાંત આ તહેવાર મુસ્લિમ લોકોને સમાજ સેવા માટે પ્રેરિત કરે છે અને ગરીબો, જરૂરીયાતમંદોની મદદ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.અલ્લાહના સૌથી પહેલા પૈગંબર હજરત મોહમ્મદને જ પવિત્ર કુરાન અતા કરી હતી. તેના બાદ જ પૈગંબર સાહેબે પવિત્ર કુરાનનો સંદેશ દુનિયાના ખુણા ખુણા સુધી પહોંચાડ્યો. ઈદ મિલાદ-ઉન-નબીનો ઈતિહાસ ઈસ્લામિક ધર્મના પૈગંબર હજરત મુહમ્મદ સાહબના જન્મ સાથે જોડાયેલો છે.આમ સમગ્ર દુનિયામાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે કાંકરેજના થરા ખાતે સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા થરા ખાતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ હતુ.આ જુલૂસનુ થરા લીમડાવાસથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ જુલૂસ માં નાના ભૂલકાઓને ઊંટ ગાડી ઘોડા સવારી રીક્ષામાં બેસાડી જુલૂસ નિકાલવામા આવ્યું હતું અને બાદ થરા જુમ્મા મસ્જિદ ખાતે જુલૂસ પહોંચ્યું હતું બાદમાં થરામાં રહેતા તમામ સુન્ની મુસ્લિમ સમાજના બિરાદરો સાથે મળી જુમ્મા મસ્જિદ થી જુલૂસ લઈ ઝાપટપુરા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યાંથી ત્રણ સેરી. નગર પાલિકા રોડ. થરા બજારમાં હાઈસ્કુલ રોડ સિપાઈવાસ તેરવાડીયા વાસ થઈ જુમ્મા મસ્જિદ પહોંચ્યા હતા.
આ જુલૂસમાં નાત ખાની નારે તકબીર અલ્લાહ હું અકબરના નારા સાથે મીઠી વાનગી ચોકલેટ બિસ્કીટ જેવી ખાધ્ય ચીજ વસ્તુઓ પાણી શરબત ઠંડા પીણાં સાથે લોકોને વહેંચવામાં આવી હતી. આમ આ જુલૂસ થરા જુમ્મા મસ્જિદ પહોંચ્યું હતું. ત્યાર બાદ હઝરત મહમદ સાહેબના બાલ મુબારકની જિયારત કરવામાં આવી હતી આમ નીયાજ (પ્રસાદી) ખાઈ બાદ જુલૂસ નું સમાપન કરવામાં આવ્યું હતુ..
પ્રતિનિધિ :માનસિંહ ચૌહાણ કાંકરેજ


