ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ભરૂચ વિધાનસભા ક્ષેત્રનું ભવ્ય પ્રબુદ્ધ સંમેલન શહેરના આત્મીય હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સંમેલનમાં ‘નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ’ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

વડોદરાના પૂર્વ મેયર અને મુખ્ય વક્તા ભરતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના GST સુધારાઓના પરિણામે દેશમાં ‘GST બચત ઉત્સવ’ શરૂ થયો છે, જે સામાન્ય નાગરિકો અને વેપારીઓ માટે લાભદાયી છે.આ સંમેલનમાં સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપી GST સુધારાઓની માહિતી મેળવી હતી.

