કાનપુરમાં ઈદ-એ-મિલાદના પર્વ પર ‘આઈ લવ મોહંમદ (સ.અ.વ.)’ ના બેનર લગાવવા મામલે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં અંકલેશ્વરના મુસ્લિમ સમાજે આજે એક વિશાળ અને શાંતિપૂર્ણ રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને યુવાનો જોડાયા હતા.

સર્વોદય નગરથી શરૂ થયેલી આ રેલીનો મુખ્ય ઉદ્દેશ કાનપુરની ઘટના સામે નારાજગી વ્યક્ત કરવાનો અને સમાજની એકતા દર્શાવવાનો હતો. રેલી જ્યારે ત્રણ રસ્તા સર્કલ પર પહોંચી, ત્યારે પોલીસે તેને અટકાવી હતી. જોકે, આગેવાનો અને પોલીસ વચ્ચેની સમજાવટ બાદ પરિસ્થિતિ થાળે પડી હતી.
આ રેલીએ સ્પષ્ટપણે દર્શાવ્યું કે કાનપુરની ઘટનાએ મુસ્લિમ સમાજમાં ભારે સંવેદનશીલતા ઊભી કરી છે અને સમાજ આ મુદ્દે પોતાનો અવાજ શાંતિપૂર્ણ રીતે ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમમાં નગરસેવક બખ્તિયાર પટેલ, વસીમ ફડવાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

