GUJARAT : અંકલેશ્વરમાં વરસાદમાં માર્ગના ખાડા પુરાતાં કામગીરીની ગુણવત્તા પર સવાલ

0
63
meetarticle


અંકલેશ્વરમાં વરસતા વરસાદ દરમિયાન કડકિયા કોલેજથી એશિયાડ નગરને જોડતા માર્ગ પર ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને લઈને તેની ગુણવત્તા પર સવાલો ઊભા થયા છે.


ચોમાસામાં આ માર્ગની હાલત અત્યંત બિસ્માર બની હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. તંત્ર દ્વારા ખાડાઓમાં મેટલ નાખી જેસીબીની મદદથી તેને સમતળ કરવામાં આવ્યું હતું. જોકે, વરસાદ ચાલુ હોવા છતાં કરવામાં આવેલી આ કામગીરીની ટકાઉપણા અંગે સ્થાનિકો અને વાહનચાલકોમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here