ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા અંકલેશ્વરમાં એક સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં NDPS એક્ટ હેઠળ ગુનામાં સંડોવાયેલા આરોપીના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું.

અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS ગુનાના આરોપી જગદીશ શેલાભાઈ ભરવાડ, જે રચનાનગર, રાજપીપળા ચોકડી, અંકલેશ્વરમાં રહે છે, તેના ઘરે વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન તેમના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યું હતું.
વીજ કંપની દ્વારા તાત્કાલિક વીજ કનેક્શન કાપી નાખીને આરોપીને ₹૭૪,૫૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે.

