અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ ખાતે દશેરાના પાવન પર્વ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખતા પરંપરાગત ‘ઘેરૈયા નૃત્ય’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ નૃત્યમાં ગામના યુવાનો અને વડીલોએ પરંપરાગત વેશભૂષા અને વાજિંત્રો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ઘેરૈયા નૃત્ય માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પરંતુ તે પેઢી દર પેઢી સંસ્કૃતિનું હસ્તાંતરણ કરવા અને સામુદાયિક એકતાનું પ્રતીક છે. આદિવાસી સમાજે પોતાની આગવી ઓળખ સાથે આ તહેવારની ઉજવણી કરી હતી.

