GUJARAT : અંકલેશ્વર-હાંસોટ હાઈવે પર શેરા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મહિલાનું કરુણ મોત

0
42
meetarticle

અંકલેશ્વર-હાંસોટ સ્ટેટ હાઈવે પર શેરા ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાતા એક અજાણી મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
​પ્રાથમિક માહિતી મુજબ, મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે એક અજાણ્યા અને બેફામ વાહનચાલકે તેમને જોરદાર ટક્કર મારતાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.


​ઘટનાની જાણ થતાં જ હાંસોટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.
પોલીસે હાલ મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here