GUJARAT : અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી

0
6
meetarticle

અમદાવાદના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈને સોનાના દાગીનાની ચોરી કરતી બે મહિલાઓની નરોડા પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલી બંને મહિલાઓ કૌટુંબિક બહેનો છે. બંને મહિલાઓની સાથે અન્ય બે મહિલાઓ પણ ચોરીના તરકટમાં સામેલ હતી, તેઓ ગ્રાહક બની જ્વેલર્સની દુકાનોમાં પ્રવેશ કરતી હતી, દુકાનદાર જ્યારે સોનાના દાગીના બતાવે ત્યારે કોઈના કોઈ રીતે નજર ચૂકવી દાગીના ચોરી કરતા હતા. નરોડા પોલીસે સોનાની ચુનીઓ અને કડી સહિત રૂપિયા 80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

કેવી રીતે ચોરીને આપતી અંજામ?

24 ફેબ્રુઆરીની ઘટના છે, જ્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા જે.જે જ્વેલર્સ નામની દુકાનમાં ત્રણેક વાગ્યાની આસપાસ ચાર જેટલી મહિલાઓ એક બાળક સાથે દુકાનમાં આવી હતી. જેમાં સૌ પ્રથમ બે મહિલાઓ આવી હતી અને બાદમાં અન્ય બે મહિલાઓ દુકાનમાં દાખલ થઈ હતી. જે.જે જ્વેલર્સમાં હાજર દુકાન માલિકની દીકરીએ બહેનોને કાનમાં પહેરવાની બુટ્ટી અને ચુની બધું બતાવ્યું હતું. કારીગર પાસે પાણી મંગાવ્યું હતું અને બાદમાં વાતોમાં ભોળવી સોનાના દાગીનાની ચોરી કરી ત્યાંથી જતી રહી હતી.

બાદમાં જ્વેલર્સના સ્ટાફને જાણ થતાં તેમણે સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં મહિલાઓ નજર ચૂકવીને દાગીનાની ચોરી કરતી ઝડપાઇ ગઈ હતી.  જે આધારે જ્વેલર્સના માલિકે મહિલાઓ સામે નરોડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી. થલતેજના પેલેડિયમ મોલ પાસે બ્રિજ નીચે રહેતી કોયલ દેવીપુજક અને ગીતા દેવીપુજક નામની બે મહિલાઓને ઝડપી લીધી હતી. અન્ય બે મહિલાઓ ગર્ભવતી હોવાથી ફક્ત નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here