GUJARAT : અમદાવાદમાં “The Soul’Food’ Eve” ભવ્ય રીતે સંપન્ન – ફૂડ, મ્યુઝિક અને ઇન્ફ્લુએન્સર્સનું અનોખું ગ્રાન્ડ સેલિબ્રેશન યોજાયુ

0
12
meetarticle

અમદાવાદ, શહેરમાં વેલેન્ટાઇન પૂર્વ સંધ્યાએ મનોરંજન, સ્વાદ અને સોશિયલ કનેક્ટિવિટીને એકસાથે ઉજવતો ભવ્ય ઇવેન્ટ “The Soul’Food’ Eve” 13મી ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજે Tea Post – SBR ખાતે ઉત્સાહભેર યોજાયો હતો. આ ઇવેન્ટનું આયોજન Elexa The Studio દ્વારા કરવામાં આવ્યું હતું. Elexa The Studioના ડિરેક્ટર્સ શિવાની મહેતા, જય પટેલ તથા જીતેશ પટેલ આ ઇવેન્ટના મુખ્ય પહેલકર્તાઓ રહ્યા હતા.


“The Soul’Food’ Eve” એક અનોખી કન્સેપ્ટ આધારિત સાંજ બની રહી, જેમાં ફૂડ અને એન્ટરટેઇનમેન્ટનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં 1000થી વધુ મુલાકાતીઓ હાજર રહ્યા હતા, જેમાં શહેરના યુવા વર્ગ, ફૂડ લવર્સ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને બિઝનેસ કોમ્યુનિટીના પ્રતિનિધિઓ સામેલ રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ઉત્સાહ, સંગીત અને ઉજવણીના માહોલથી છલકાતું હતું.
ઇવેન્ટના Exclusive Event Partners તરીકે Gokul Group અને Time For Organics જોડાયા હતા, જ્યારે Co-Powered પાર્ટનર્સ તરીકે Desire Gourmet અને Aladdin Date સહભાગી બન્યા હતા. Venue Partner તરીકે Tea Post – SBRએ આ ભવ્ય કાર્યક્રમનું યજમાનપદ નિભાવ્યું હતું. તમામ પાર્ટનર્સના સહયોગથી ઇવેન્ટ શહેરના પ્રીમિયમ સોશિયલ ગેધરિંગ તરીકે સફળતાપૂર્વક રજૂ થયો હતો.
કાર્યક્રમને વધુ જીવંત અને મનોરંજક બનાવવા માટે જાણીતા રેડિયો પર્સનાલિટી RJ Nishita અને RJ Dhrumil એન્કર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉર્જાસભર રજૂઆત અને પ્રેક્ષકો સાથેની ઇન્ટરેક્ટિવ શૈલીએ સમગ્ર કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.
આ ઇવેન્ટની વિશેષતા તરીકે 150થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને વિશેષ મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ મોમેન્ટો કાર્યક્રમના ચીફ ગેસ્ટના હસ્તે ઇન્ફ્લુએન્સર્સને આપવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા ક્ષેત્રે સકારાત્મક અને સર્જનાત્મક યોગદાન આપનાર ઇન્ફ્લુએન્સર્સને સન્માનિત કરવાની આ પહેલ શહેરના ડિજિટલ સમુદાય માટે પ્રેરણાદાયી સાબિત થઈ હતી. આ સાથે બ્રાન્ડ્સ અને ઇન્ફ્લુએન્સર્સ વચ્ચે નેટવર્કિંગ અને સહકાર માટે એક ઉત્તમ મંચ ઉપલબ્ધ થયો હતો.
“The Soul’Food’ Eve” દરમિયાન લાઈવ ડાન્સ પરફોર્મન્સ, મ્યુઝિક સેગમેન્ટ્સ, મસ્તીભર્યા ગેમ્સ અને વિવિધ લાઈવ એક્ટિવિટીઝનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો માટે વિશેષ ફૂડ અનુભવની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં વિવિધ બ્રાન્ડ્સે પોતાના અનોખા પ્રોડક્ટ્સ અને ટેસ્ટિંગ સેગમેન્ટ્સ રજૂ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહેમાનોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
Elexa The Studioના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “આ ઇવેન્ટનો હેતુ માત્ર મનોરંજન પૂરતો નહીં પરંતુ શહેરના યુવા વર્ગ, ક્રિએટર્સ અને બ્રાન્ડ્સને એક જ મંચ પર લાવવાનો હતો. ‘The Soul’Food’ Eve’ દરેક માટે યાદગાર સાંજ બની રહી છે અને અમને મળેલા પ્રતિસાદથી અમે આનંદિત છીએ.”
Tea Post – SBR જેવા લોકપ્રિય સ્થળે યોજાયેલ આ ઇવેન્ટ શહેરના સોશિયલ કેલેન્ડરમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યો છે. સુંદર વાતાવરણ, સંગીત, સન્માન સમારોહ અને સ્વાદિષ્ટ ભોજન સાથે આ કાર્યક્રમ ઉપસ્થિત મહેમાનો માટે એક અનોખો અને યાદગાર અનુભવ સાબિત થયો હતો.
“The Soul’Food’ Eve”એ અમદાવાદના સોશિયલ અને ડિજિટલ વર્તુળમાં નવી ઉર્જા ભરી છે અને આવનારા સમયમાં પણ આવા સર્જનાત્મક અને સકારાત્મક કાર્યક્રમો યોજવા માટે Elexa The Studio પ્રતિબદ્ધ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here