GUJARAT : આણંદ જિલ્લામાં 3 સ્થળેથી દારૂ સાથે 3 શખ્સ પકડાયા

0
19
meetarticle

આણંદ જિલ્લાના ત્રણ સ્થળોએથી વિદેશી દારૂ સાથે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડયા હતા. આણંદ શહેરમાંથી,એક ડભાસી ખાતેથી બોરસદ ગ્રામ્ય પોલીસે અને સંદેશર ખાતેથી વિદ્યાનગર પોલીસે વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 

આણંદ શહેરના વઘાસી રેલવે બ્રિજ નજીક રાત્રિના સુમારે પોલીસને જોઈ એક શખ્સ ભાગવા જતાં પોલીસે તેને ઝડપી પાડી તેની ૃપાસેથી બિયરનું એક ટીન મળી આવ્યું હતું પોલીસે તેના નામ ઠામ અંગે પૂછતા તે રમેશભાઈ મેઘજીભાઈ ગોહેલ રહે રાજોડપુરા હોવાનું જણાવ્યું હતું. 

બીજા બનાવમાં બોરસદના ડભાસી ગામે તળાવ નજીક વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની માહિતી બોરસદ ગ્રામ્ય પોલીસને મળતા પોલીસની ટીમે ડભાસી ગામે છાપો મારતા એક શખ્સને હાલતમાં ઝડપી પાડી તેના નામ ઠામ અંગે પૂછતા તે ગૌરાંગ ઉર્ફે ગવો સુરેશભાઈ પટેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેની પ્લાસ્ટિકની કોથળીમાંથી વિદેશી દારૂના ચાર નંગ કવાટરીયા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજા બનાવમાં આણંદના સંદેશર ગામની પ્રિતમ હાઇસ્કૂલ પાછળ રહેતો મનીષ ઉર્ફે મનિયો ફતેસિંહ પરમાર પોતાના ઘર પાછળ વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતો હોવાની માહિતી વિદ્યાનગર પોલીસને મળતા પોલીસે સંદેશર ગામે છાપો મારી મનીષ ઉર્ફે મનિયો પરમારને ઝડપી પાડી બિયરના ૩૩ નંગ ટીન કબજે લઈ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here