GUJARAT : ઈડરના મહિલા મામલતદારની માનવતા અકસ્માતગ્રસ્ત મહિલાનો જીવ બચાવ્યો

0
80
meetarticle

ઈડરના નવ નિયુક્ત મહિલા મામલતદારે ભારે વરસાદ દરમિયાન પોતાની સરકારી ફરજની સાથે જ ઉમદાપણે માનવતાની ફરજ નિભાવી એક મહિલાનો જીવ બચાવ્યો હતો. ફલાસણ જેવા આંતરિયાળ માર્ગ પર અકસ્માતગ્રસ્ત હાલતમાં કણસતી મહિલાને પોતાના સરકારી વાહનમાં ઠેઠ વલાસણાના દવાખાને પહોંચાડી તાત્કાલિક સારવાર અપાવડાવી હતી. જેને કારણે એક હર્યો ભર્યો પરિવાર નંદવાતાં બચી ગયો હતો. તાજેતરમાં તાલુકામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ધરોઈ ડેમમાંથી પાણી છોડતા સાબરમતી નદીમાં પ્રવાહ વધતા ઈડર તાલુકાના નદી કિનારા પરના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઈ હતી. જેમાં ફલાસણ ગામનો પણ સમાવેશ થતો હોઈ ઈડરના મામલતદાર પૂજાબેન જોષી એ સ્થળ સ્થિતિની ચકાસણી માટે આ ગામનો પ્રવાસ ગોઠવી ભારે વરસાદ વચ્ચે પોતાની સરકારી વાહનમાં રવાના થયા હતા.દરમિયાન તેઓ રાઓલથી ફલાસણ તરફ જતા માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તેવામાં રસ્તા પર ઈજાગ્રસ્ત એક મહિલા કણસતી હાલતમાં જોવા મળી હતી મામલતદારે પોતાનું સરકારી વાહન થોભાવી તપાસ કરી તેમાં જાણવા મળ્યું કે ઈજાગ્રસ્ત મહિલા પોતાના પતિ અને સંતાન સાથે બાઈક પર રાઓલથી ફલાસણ તરફ જતી હતી.

તેવામાં રોડ પર રખડતા શ્વાને મહિલાની સાડી ખેંચી રોડ પર પટકતા ઘાયલ થઈ હતી અને આ ઘાયલ મહિલાનું નામ દક્ષાબેન રણજીતજી ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન ઈજાગ્રસ્ત મહિલાની કથળતી જતી સ્થિતિ જોઈ મામલતદારે નજીકમાં દવાખાના માટે તપાસ કરી હતી. ભોગ બનનાર પરિવારે પણ ઈડર મામલતદારનો આભાર માન્યો હતો.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here