GUJARAT : ઈડર શહેરમાં જાહેરમાં ગંદકી કરતાં લોકો દંડાયા

0
36
meetarticle

ઈડર શહેરમાં સ્વચ્છતા જાળવવા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઈડર નગરપાલિકાના ચીફ ઓફિસર જૈમિનકુમાર ચૌધરીએ શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે અચાનક લઈ જાહેર સ્થળો પર ગંદકી કરતાં કેટલાક વ્યક્તિઓને સ્થળ પર જ ઝડપી દંડ કર્યો હતો.

શહેરમાં આવેલી નોનવેજ દુકાનો પર પણ તપાસ હાથ ધરી દુકાનોની આસપાસ ખુલ્લામાં નોનવેજ કચરો નાખતા વેપારીઓને તાત્કાલિક તેને દૂર કરવા તેમજ ભવિષ્યમાં આવી ગંદકી ન કરવા
સૂચના અપાઈ હતી. ચીફ ઓફિસર જૈમિન ચૌધરીએ જણાવ્યું હતું કે, છેલ્લા
અઠવાડિયાથી પાલિકાની ટીમ દ્વારા સ્વચ્છતા ડ્રાઇવ સતત ચાલુ છે. વહેલી સવારે 7 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ છે. આ દરમિયાન કર્મચારીઓ નગરપાલિકા દ્વારા કરેલ સ્વચ્છતાનું કામ પણ તપાસવામાં આવે છે. તેમજ ગંદકી કરતાં લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેમજ કચરો સળગાવતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરાશે.

REPOTER : દુર્ગેશ જયસ્વાલ ઇડર

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here