GUJARAT : ઓલપાડની કાંઠા સુગરમાં રૂ.૧૫.૬૫ કરોડની લોન મંજુરી પ્રક્રિયાના કોભાંડ મામલે ત્રણ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ

0
18
meetarticle


ઓલપાડ તાલુકા નાં સરસ મુકામેની શ્રી કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં ન્યુ દિલ્હી ખાતેની નેશનલ કો.ઓ. ડેવલોપમેન્ટ કોર્પોરેશન(એન.સી.ડી.સી.)પાસેથી ખાંડના સ્ટોક ઉપરૂ.૧૫.૬૫ કરોડની લોન મંજુર કરાવવામાં સુગરનાં એમ.ડી. સાથે ગોડાઉન કીપર અને ઘી સુરત પીપલ્સ બેંકનાં એમ.ડી.ની ભૂંડી ભૂમિકાનું કોભાંડ પ્રકાશમાં આવતા સુગરનાં સરકાર નિયુકત કસ્ટોડિયન કમિટીનાં પ્રમુખ એ ઓલપાડ પોલીસ મથકમાં ત્રણે વિરૂધ્ધ વિશ્વાસઘાતની પોલીસ ફરીયાદ નોંધાવી છે.


કાંઠા સુગરમાં સરકાર નિયુક્ત કસ્ટોડિયન પ્રમુખ બ્રિજેશ ઉર્ફે વિરલ ગુણવંત ભાઇ પટેલે (રહે:સાંઘીએર) ઓલપાડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે,આ મંડળીના પ્રમુખ કિરીટભાઈ જી. પટેલ,ઉપપ્રમુખ બાલુભાઇ કે.પટેલ, સુગરના એમ.ડી. પ્રદિપકુમાર જી. પંડ્યા તથા ૧૫ બોર્ડ ઓફ ડિરેક્ટરોના રાજીનામા બાદ સુગરના વહીવટની ઝીણવટભરી તપાસ કરતા જણાયું છે કે,સને: ૨૦૨૩ માં સુગરે તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ ન્યુ દિલ્હી ખાતેની નેશનલ કો-ઓ.ડેવલોપમેન્ટ કોર્પોરેશન(એન.સી.ડી.સી.)પાસેથી ખાંડના સ્ટોકની દેખરેખ માટે ઘી સુરત પીપલ્સ કો. ઓ.બેંક ગેરેન્ટર તરીકે સંમતિ આપવા તૈયાર હોવાનો ઉલ્લેખ કરી ખાંડના સ્ટોક સામે રૂ.૪૦ કરોડની વર્કીંગ કેપીટલ લોન મેળવવા અરજી કરી હતી.આ લોનની કાર્યવાહી કરવા સુગરની તા.૨૪/૦૩/૨૦૨૩ ના રોજ મળેલ બોર્ડ મિટિંગમાં ચેરમેન/વાઇસ ચેરમેન તથા એમ. ડી.ને સત્તા આપવા માં આવી હતી.જે અરજી અન્વયે મંજુરી મળતા કાંઠા સુગર,એન.સી.ડી. સી.અને ઘી સુરત પીપલ્સ બેંક વચ્ચે કાયદાકીય કરારો થયા બાદ ધી સુરત પીપલ્સ બેંક દ્વારા ખાંડના સ્ટોકની દેખરેખ રાખી ખાંડનું વેચાણ થાય એટલે આ લોન રકમ ચૂકવી દેવાની શરતે પ્રથમ તબક્કામાં તા.૧૯/૦૬/૨૦૨૩ ના રોજ એન.સી. ડી.સી.એ કુલ ૨૩,૮૮૨ કવિન્ટલ ખાંડના સ્ટોક ઉપર રૂા.૬.૨૯ કરોડની લોન આપી હતી. જો કે આ ખાંડના વેચાણ બાદ લોનના ગેરેન્ટર ધી સુરત પીપલ્સ બેંક દ્વારા એન.સી.ડી. સી.ને ચૂકવવાના બદલે ફરી વધુ લોન મેળવવા કાર્યવાહી કરવામાં આવી હતી.જે પ્રક્રિયામાં સુગરના ગોડાઉન માં ગત તા.૧૭/૧૧/૨૦૨૩ ના રોજ ખાંડનો સ્ટોક માત્ર ૪,૦૨૨ કવિન્ટલ હોવા છતાં ઘી પીપલ્સ બેંકે ખાંડનો સ્ટોક ૫૯,૪૦૨ કવિન્ટલ ના પત્રક ઉપર ખોટું ફિઝીકલી વેરીફીકેશન કરી આ પત્રકનો ખરા તરીકે ઉપયોગ કરી ખાંડનું વેચાણ થતા જ લોન ભરપાઈ કરાવવાની કાયદાકીય ખાત્રી આપી એન.સી.ડી. સી.માંથી ફરી તા.૨૨/૧૧/૨૦૨૩ ના રોજ રૂ. ૯,૩૫,૯૫,૦૦૦ ની લોન કાંઠા સુગરને અપાવી હતી.જો કે આ ખાંડ ઘી પીપલ્સ બેંકની નિગરાની હેઠળ વેચાઈ ગયા પછી આ રકમ ધી સુરત પીપલ્સ બેંકમાં જમા લઈ સુગરનાં બેંક ખાતામાં જમા કરાવી હતી અને એન.સી.ડી. સી.ને લોન ચૂકવી દેવા આંખ આડા કાન કર્યા હતાં.જો કે સુગરની બોર્ડે પણ શેરડી નાંખનારા સભાસદોને ફૂટી પાઇ ન ચૂકવી અન્યત્ર ખર્ચ કરતા સુગરની તિજોરી ખાલી થઈ જતા આ કોભાંડનો ભાંડો ફૂટ્યો હતો.


કાંઠા સુગરનાં કસ્ટોડિયન પ્રમુખ એ આરોપ મુક્યો છે કે,સુગરને એન.સી. ડી.સી.માંથી બે તબક્કા મળી કુલ રૂ.૧૫,૬૫,૨૪,૦૦૦ ની લોન મેળવવા એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરૂ રચી જુઠાણા રિપોર્ટ તૈયાર કરી, લોન મેળવ્યા બાદ લોન ન ચૂકવવામાં પ્રથમ તબક્કાની તપાસમાં જે-તે વખતના સુગરનાં એમ.ડી.પ્રદિપ ગૌત્તમભાઇ પંડ્યા(હાલ રહે: અંકલેશ્વર અંબે ગ્રીનસીટી,તા.અંકલેશ્વર,જિ.ભરૂચ),મુળ સરસ ગામના વતની સુગરના ગોડાઉન કીપર પ્રદિપકુમાર ભગુભાઇ પટેલ (હાલ રહે:મ.નં. ૧૦,બિયોનવિલા સોસાયટી, ડિમાર્ટની પાછળ,કેનાલ રોડ, જહાંગીરપુરા-સુરત શહેર)તથા લોન ગેરેન્ટર એવા ઘી સુરત પીપલ્સ બેંકનાં એમ.ડી.જતિનભાઇ ઇશ્વરભાઇ નાયક (હાલ રહે: રામેશ્વરમ રો- હાઉસ,ગંગેશ્વર મંદિર પાછળ, અડાજણ-સુરત શહેર)ની ભૂમિકા જણાઈ છે.જેથી આ ત્રણેએ સુગરનાં સભાસદો સાથે ઠગાઇ અને વિશ્વાસધાત કરતા તેઓ વિરૂધ્ધ ગુનો નોંધવા મારી ફરીયાદ છે.જેના પગલે પોલીસે ત્રણે વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ પીઆઇ સી. આર.જાદવ કરી રહ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here