GUJARAT : કડકડતી ઠંડીમાં ગરીબોને ધાબળા વિતરણ: એક્સ આર્મી મેનએ જરૂરિયાતમંદોની કરી સહાય

0
43
meetarticle

વડગામના વતની અને હાલ ગાંધીનગરમાં રહેતા એક્સ આર્મી લક્ષ્મણભાઈ રામજીભાઈ પટેલ આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે વિશેષ મહેનત કરી હતી. દર વર્ષે જરુરીયાત બાળકોને ચોપડા, પાઠ્યપુસ્તકો દફતર , વિતરણ સહિત અનેક સેવાકાર્યોમાં સક્રિય છે દિવાળીના દિવસોમાં ગરીબ બાળકોને ધરે ધરે જઈને મીઠાઈ અને ફટાકડા આપેછે

અને આ વર્ષ ફરી 100થી વધુ પરિવારોને ગરમ ધાબળાનું મફત વિતરણ કરવામાં આવ્યું. લક્ષ્મણભાઈ એ જણાવ્યા મુજબ માનવસેવા જ મુખ્ય ઇચ્છા છે અને લોકોનો સહકાર તેમને વધુ કાર્ય માટે પ્રેરિત કરે છે. આ કાર્યક્રમમાં હાજર અંધારીયાના સરપંચ હાલુસિંહ ડાભી, દિપક પુરબીયા,ભીખાભાઈ છાણીયા
જેના કારણે સમગ્ર આયોજન વધુ યાદગાર બન્યું. વડગામમાં આ વર્ષે પણ માનવતાની અનોખી જ્યોત માનવમનોમાં પ્રગટાવી છે. શિયાળાની શરૂઆત સાથે જ ગરીબી અને સંઘર્ષ વચ્ચે જીવન જીવતા પરિવારોને ઠંડીથી સુરક્ષિત રાખવાનો ઉત્તમ હેતુ રાખીને 100થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. દર વર્ષની સેવાપરંપરા અનુસાર યોજાયેલી આ ભવ્ય સેવા પ્રવૃત્તિએ વડગામ તાલુકામાં માનવતાનો સારો સંદેશ ફેલાવ્યો છે. વિતરણ કાર્યક્રમે અનેક નિરાધાર લોકોને જરૂરી સહાય ઉપલબ્ધ કરી માનવસેવાનો ઉત્તમ સંદેશ રજૂ કર્યો છે.

પ્રતિનિધિ : દિપક પુરબીયા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here