GUJARAT : કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે

0
38
meetarticle

કારતક સુદ એકાદશીના દિવસે દેવતા નિદ્રામાંથી ઉઠે છે (કાર્યરત થાય છે), એટલે તેને ‘પ્રબોધિની (બોધિની, દેવોત્‍થાની) એકાદશી’ એમ કહે છે. આ રાત્રે શ્રીવિષ્‍ણુને બીલીપત્ર ચઢાવે છે અને શિવને તુલશીપત્ર ચઢાવે છે. આને ‘હરિહર-ભેટ’ અથવા તો ‘હરિહર-અદ્વૈત’ એમ કહે છે.
વારકરી સંપ્રદાય એ વૈષ્‍ણવ સંપ્રદાયમાંનો એક પ્રમુખ સંપ્રદાય છે. આ સંપ્રદાયમાં વાર્ષિક, છમાસિક આ પ્રમાણે જેમ દિક્ષા લીધી હોય, તે રીતે વારી કરે છે. આ વારી પગે ચાલીને કરાતી હોવાથી તેનાથી શારીરિક તપ થાય છે, એમ કહેવાય છે.


વિઠ્‍ઠલમૂર્તિની વિશિષ્‍ટતાઓ

  1. કમરની નીચેનો ભાગ બ્રહ્યાસ્‍વરૂપ, કમરથી ગરદન સુધીનો ભાગ વિષ્‍ણુસ્‍વરૂપ, જ્‍યારે માથાનો ભાગ શિવસ્‍વરૂપ છે.
  2. મૂર્તિનો રંગ કાળો હોય, તો પણ ખરા ભક્તને સૂક્ષ્મ-દર્શનેંદ્રિયોથી મૂર્તિ સફેદ જ દેખાય છે.
  3. આ આજ્ઞાચક્રમાંથી તેજનું પ્રક્ષેપણ કરે છે.
  4. કમરની ઉપર જ્ઞાનેંદ્રિયો, જ્‍યારે નીચે કર્મેંદ્રિયો છે. કમર પર હાથ એટલે કર્મેંદ્રિયો અધીન છે.

સંદર્ભ : સનાતન સંસ્‍થા નિર્મિત ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્‍સવ અને વ્રત’

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here