GUJARAT : કાર ચાલકે બાઈકને ટક્કર મારતા રતનપરના યુવકનું મોત, એકને ઇજા

0
22
meetarticle

વઢવાણ તાલુકાના અણિન્દ્રા ગામના વતની અને હાલ રતનપરની ગણેશ પાર્ક શેરી નંબર -૪ પાસે રહેતા મહેશભાઈ ડુંગરભાઈ પંચાસરાનો ૨૨ વર્ષીય પુત્ર રીતેન હાલ અમદાવાદ અભ્યાસ કરી રહ્યા છે. 

રીતેન અમદાવાદથી મિત્ર સાથે બાઈક લઈને સુરેન્દ્રનગર તરફ આવી રહ્યો હતો ત્યારે લખતર હાઈવે પર ગેથળા હનુમાન મંદિર અને મલકારી તલાવડી વચ્ચે પહોંચતા પાછળથી આવતી કારના ચાલકએ બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રીતેન પંચાસરાનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો. જ્યારે આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ જોવા મળ્યા હતા. બનાવ અંગેની પોલીસને જાણ થતા લખતર પોલીસ ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતક યુવકના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આશાસ્પદ યુવકના અકસ્માતમાં મોતના બનાવથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here