GUJARAT : કોન્ટ્રાક્ટરની બેવડી બેદરકારી: ઢાઢર બ્રિજ પર પડેલા જનરેટર મશીનથી એક બાદ એક બે બાઇક સવારો ઘાયલ, માથામાં ગંભીર ઈજા

0
44
meetarticle

​આમોદ-જંબુસર રોડ પર આવેલ ઢાઢર નદીના બ્રિજ પર કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા. બ્રિજનું સમારકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં કામગીરીમાં વપરાયેલું જનરેટર મશીન બ્રિજના મધ્ય ભાગમાં જ જોખમી રીતે મૂકેલું રહેતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના કારણે બે નિર્દોષ બાઇક ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.


​પ્રથમ અકસ્માતમાં, નોકરી પરથી ઘરે પરત ફરતા એક બાઇક ચાલક અંધારામાં મધ્યમાં મુકેલા જનરેટર મશીન સાથે જોરદાર રીતે અથડાયો હતો. આ ચાલકને માથામાં ગંભીર ઈજા થતા તેને તાત્કાલિક સારવાર અર્થે આમોદ આરોગ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રથમ અકસ્માત સર્જાયાના થોડા જ ક્ષણોમાં બીજા એક બાઇક ચાલકનું પણ સંતુલન બગડતા તે રોડ પર પટકાયો હતો અને તેને પગમાં ઈજા થઈ હતી.
​સ્થાનિક લોકોએ આ ઘટના માટે કોન્ટ્રાક્ટરની બે ગંભીર બેદરકારીઓને જવાબદાર ગણાવી છે. સમારકામ પૂર્ણ થયા છતાં મશીન દૂર ન કરવું અને ચેતવણીના ભાગરૂપે મુકેલી સિન્ટેક્સ પરનું રેડિયમ ઝાંખુ હોવાથી દૂરથી ચેતવણી ન દેખાવી, એ બે મુખ્ય કારણો છે. સ્થળ પર હાજર અન્ય વાહનચાલકોએ મશીનને બ્રિજની સાઇડમાં ખસેડી વધુ અકસ્માત ટાળ્યો હતો. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે આવા બેજવાબદાર કોન્ટ્રાકટરો સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here