ખેલ મહાકુંભ 2025યુ26 માં બોડેલી તાલુકા ની રસ્સાખેંચની સ્પર્ધા ખત્રી વિદ્યાલય મુકામે યોજાઈ જેમાં કુલ છ ટીમોએ ભાગ લીધો .તેમા ખત્રી વિદ્યાલય ના અંડર 17 અને ઓપન વિભાગ ભાઈઓ વિજેતા થઈ . અંડર 17 બહેનો માં જી.એલ.આર.એસ.વડતલાવ વિજેતા રહ્યા.

આ વિજેતા ટીમ જિલ્લા કક્ષાએ બોડેલી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. વિજેતા થયેલ ટીમને શાળાના આચાર્યશ્રી યુ વાય ટપલા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન શાળાના રમતગમત શિક્ષક એમ એમ ઠાકોર દ્વારા કરવામાં આવ્યું.
રીપોર્ટર : અંજુમ ખત્રી છોટાઉદેપુર

