GUJARAT : ખેડા એસઓજીએ કિંમત રૂપિયા 93.31 લાખના વિદેશી દારૂ ભરેલા આઈસર સાથે શખ્સ ઝડપાયો

0
59
meetarticle

ખેડા એસઓજીએ નેશનલ હાઇવે નંબર-૪૮ પર ડભાણ એશિયન ફૂડ નજીક ઊભેલી આઇસર ગાડીમાંથી કિંમત રૂપિયા ૯૩,૩૧,૨૦૦ની વિદેશી દારૂની ૨૯,૭૬૦ બોટલના જથ્થા સાથે આઇસર ગાડીના ચાલકને ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા એસ.ઓ.જી શનિવારે વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ પાસીંગની બંધ બોડીની આઇસર વડોદરા તરફથી અમદાવાદ તરફ જતા સવસ રોડ ઉપર ડભાણ એશીયન ફુડની સામે ઉભી રહેલ છે. જે આઇસરમાં શંકાસ્પદ પ્રતિબંધિત જથ્થો ભરેલ છે. જેથી ખેડા એસઓજી, નડિયાદ પોલીસે આઇસર ગાડીની તલાસી લેતા આઇસરની અંદર પ્લાસ્ટીકના એર બબલ રોલની આડમાં છુપાવેલી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની પેટીઓ નંગ-૬૨૦, બોટલો નંગ-૨૯,૭૬૦ (કિંમત રૂ. ૯૩,૩૧,૨૦૦)ના જથ્થા સાથે ગાડી ચાલક પપ્પુ રતનલાલ માંગી લાલ ચૌહાણ મળી આવ્યો હતો.પોલીસે કિં. રૂ. દસ લાખની આઇસર, રોકડ રકમ રૂપિયા ૨,૦૦૦, કિં.રૂ. ૫ હજારનો મોબાઈલ, આઇસરમાંથી મળેલા કિં.રૂ.૬,૫૦૦ના બબલ રોલ નંગ ૬૫ મળી કુલ કિં.રૂ.૧,૦૩,૪૪,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. જ્યારે આઇસર ગાડીના માલિક મીણાજી (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) તેમજ વિદેશી દારૂ મંગાવનાર બુટલેગર વોન્ટેડ હોવાનું જાણવામાં આવ્યું છે. આ બનાવ અંગે એસ.ઓ.જી.ખેડાની ફરિયાદ આધારે નડીયાદ રૂરલ પોલીસે ગાડીના ચાલક પપ્પુ રતન માંગીલાલ ચૌહાણ (રહે, દિધથાન, સાગોલ, તા.પીથમપુર) આઇસર ગાડીના માલિક મીણાજી (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો બુટલેગર સામે પ્રોહી.હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here