GUJARAT : ખોડલધામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવીએ શીશ ઝુકાવ્યું : ખેડૂતો માટે પ્રાર્થના કરી અને વૈદિક લગ્નની પહેલને બિરદાવી, નરેશ પટેલ સાથે મુલાકાત કરી

0
41
meetarticle

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કાગવડ સ્થિત ખોડલધામ મંદિર ખાતે માં ખોડલના દર્શને પહોંચ્યા હતા,નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ આ તેમની ખોડલધામની પ્રથમ મુલાકાત હતી,મંદિર પરિસરમાં તેમનું ‘ગાર્ડ ઓફ ઓનર’ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, પૂર્વ સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય રમેશ ટીલાળા, ભરત બોધરા, દિનેશ બાભણીયા તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને પાટીદાર સમાજના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા,
નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળે હર્ષ સંઘવીને માતાજીનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું,

દર્શન કર્યા બાદ હર્ષ સંઘવીએ મીડિયાને સંબોધતા ખોડલધામને ‘રાષ્ટ્ર શક્તિ’ અને ‘ધર્મ શક્તિ’નું સંગમ ગણાવ્યું હતું,સાથે, માં ખોડલના ચરણોમાં રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી છે,કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, રાજ્ય સરકારે તો ખેડૂતો માટે સહાય જાહેર કરી જ છે, પરંતુ માતાજી અસરગ્રસ્ત ખેડૂતોને હિંમત આપે તેવી પ્રાર્થના કરી છે,વૈદિક લગ્ન’ની પહેલને બિરદાવી, ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયેલ ‘વૈદિક લગ્ન’ની પહેલની પ્રશંસા કરી હતી,તેમણે કહ્યું, “આ પહેલથી સામાન્ય પરિવારો દેખા-દેખીના બિનજરૂરી ખર્ચથી બચશે,આજના સમયમાં જે વાત છે તે મારા દિલ ઉપર લાગેલી છે, એટલા માટે હું આભાર માનવા આવ્યો છું, તેમણે આ કાર્ય બદલ નરેશ પટેલ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા,

હર્ષ સંઘવીએ મંદિર પરિસરનું નિરીક્ષણ પણ કર્યું હતું, જોકે તેમણે ધાર્મિક સ્થળ પરથી કોઈપણ પ્રકારની રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો,

નાયબ મુખ્યમંત્રીની મુલાકાતને પગલે ખોડલધામ મંદિર ખાતે SP, DYSP સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here