ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવાના અભિયાનના ભાગરૂપે SMCની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગોધરાના દોઢપડ તળાવ નજીક, મીનાક્ષી બંગલો પાછળની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર મોડી રાત્રે રેડ કરી હતી.
આ ઓપરેશનમાં ગુજરાતના જુદા-જુદા જિલ્લાના ૧૬ ખેલંદાઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા.

મુદ્દામાલની વિગતો
SMC દ્વારા ઘટનાસ્થળેથી રૂ. ૮૧,૭૦૦/- રોકડા તેમજ ૧૫ નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૬૧,૫૦૦/-), ૬ વાહનો (કિંમત રૂ. ૧,૨૦,૦૦૦/-), અને એક તારપાળી સહિત કુલ રૂ. ૨,૬૫,૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ
દરોડા દરમિયાન ગોધરા, આણંદ, ખેડા અને વડોદરા જિલ્લાના કુલ ૧૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં થાવરદાસ ડુંગરમલ કમલાની, વાસુદેવ જેઠાનંદ કૃષ્ણાણી, દિલીપ તેજુમાક સાઘવાણી, મુકેશ જનકલાલ ખીમલાણી, રાહુલ નરેશ કરમચંદાની, સુનીલભાઈ સનાભાઈ વસાવા, જગદીશ ચતુર ચૌહાણ, સંજય કાનુ ભાટિયા, નાગિન રવતાજી ડાંગી, ઉદય ચંદ્રકાંત પટેલ, હસમુખ બાબુ માલી, આરીફ ગની શેખ, નિરવ કાનુ પારેખ, તુષાર પ્રકાશ ટેલીયાની, મુકેશ ઇશ્વરલાલ મુલચંદાની અને ભાવેશ રાજનિકાંત સુથારનો સમાવેશ થાય છે.
વોન્ટેડ આરોપીઓ
આ કેસમાં જુગારધામના મુખ્ય સૂત્રધાર જિતેન્દ્ર ઉર્ફે જીતુ લાલવાણી સહિત ૮ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. અન્ય વોન્ટેડ આરોપીઓમાં લખન પંજાબી, લખન ગાંડો, રાહુલ દંતાની, રાજેશ ઉર્ફે રાજુ દંતાની, અને ત્રણ વાહનોના માલિકોનો સમાવેશ થાય છે.
SMCની ટીમે પકડાયેલા તમામ આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કર્યા છે અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

