જંબુસર પોલીસે ભૂત ફળિયા વિસ્તારમાં દરોડો પાડી ₹30,000ની કિંમતના ચાઈનીઝ દોરીના 50 ફિરકા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જંબુસર પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભૂત ફળિયામાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રોહિત મહેશભાઈ વાઘેલાના મકાન પાસે આવેલા મંદિરના ઓટલા પરથી વેચાણ માટે રાખેલા પ્રતિબંધિત દોરીના 50 ફિરકા મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે.
