જામનગરમાં પોલીસ દ્વારા સતત બીજા દિવસે પણ સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. અને કુલ 1335 વાહન ચેક કરવામાં આવ્યા હતા. તેમજ 1,66,500 હાજર દંડની પણ વસૂલાત કરવામાં આવી હતી.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ ટ્રાફિક ડ્રાઇવ દરમ્યાન એમ.વી.એકટ, કારમાં બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગર તથા ફ્રેન્સી નંબર પ્લેટવાળા વાહન ચાલકો તથા જી.પી.એકટ, કેફી પીણું પીધેલી હાલતમા વાહન ચલાવતા વાહન ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી અંગેની સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ માટે સૂચના આપી હતી. જેથી જામનગર જીલ્લા પોલીસ દ્રારા ગઈકાલે સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી.
જેમાં એમ.વી.એકટ કલમ-207 હેઠળ 1 વાહન ડીટેઇન કરવામાં આવ્યું હતું. એમ.વી.એકટ કલમ-185 હેઠળ 1 કેસ , હથિયાર જાહેરનામા ભંગ હેઠળ 6 કેસ, બી.એન.એસ કલમ-281 કેસ અન્વયે 1 કેસ,બી.એન.એસ કલમ-285 હેઠળ એક કેસ, ફોરવ્હીલ કારમાં બ્લેક ફિલ્મ/નંબર પ્લેટ વગરના વાહન, ફ્રેન્સી નંબર પ્લેટવાળા હેઠળના કુલ કેસો-45 કરવામાં આવ્યા છે. એમ.વી.એક્ટ. હાજર દંડના 221 કેસમાં રૂપિયા-98,700 ની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે ઈ-ચલણ પાવતીના 63 કેસમાં દંડ પૈકી રૂપિયા 67,800 ની વસૂલાત કરાઈ હતી. કુલ 1,325 વાહન ચેક કરવામાં આવ્યા હતા.
આ કામગીરી મદદનીશ પોલીસ અધિક્ષક લાલપુર વિભાગ, નાયબ પોલીસ અધિક્ષક, શહેર વિભાગ/ગ્રામ્ય વિભાગના સુપરવિઝન હેઠળ, તમામ થાણા અધિકારી, પોલીસ ઇન્સપેકટર તથા એલ.સી.બી. એસ.ઓ.જી, ટ્રાફિક શાખા, પો.સબ ઇન્સ.પેરોલ ફલો સ્કોડ તથા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ તથા સ્ટાફ દ્રારા કાર્યવાહી કરવામાં આવી હતી.

