GUJARAT : જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે ચગદી નાખતાં કરુણ મૃત્યુ

0
37
meetarticle

જામનગર નજીક દરેડ વિસ્તારના ગઈકાલે હિટ એન્ડ રનનો એક બનાવ બન્યો હતો, અને પગપાળા ચાલીને જઈ રહેલા એક યુવાનને ટ્રકના ચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક સાધના કોલોનીમાં મારવાડી વાસ વિસ્તારમાં રહેતો અને છૂટક મજૂરી કામ કરતો ચમનભાઈ સોલંકી નામનો 34 વર્ષનો યુવાન, કે જે ગઈકાલે દરેડ વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યો હતો, જે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા શાહરુખ સલીમભાઈ જુણેજા નામના ટ્રક ચાલકે તેને હડફેટમાં લઈ કચડી નાખ્યા હતા.

 ઇજાગ્રસ્ત ચમનભાઈના બંને પગ ઉપરથી ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા, અને બંને પગ ચગદાઈ ગયા હોવાથી તેને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.

 આ બનાવવલ અંગે નારણભાઈ વાલાભાઈ સોલંકીએ જામનગરના પંચકોસી બી.ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક શાહરુખ સલીમભાઈ જુણેજા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here