GUJARAT : જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલાયો : એક ટાબરીયા સહિત બેની અટકાયત

0
18
meetarticle

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ટુ-વ્હીલરની ચોરીની એકથી વધુ ફરિયાદ પોલીસ દફતરે નોંધાવાયા બાદ સૌપ્રથમ પંચકોષી બી. ડિવિઝનની પોલીસ ટુકડી સક્રિય બની હતી, અને એક ટાબરિયા સહિત બે શખ્સોને બે ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા, જેઓના કબજામાંથી અન્ય છ બાઈક પણ જપ્ત કરાયા છે, જ્યારે આ વાહન ચોરીમાં સંડોવાયેલા અન્ય ત્રણને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

જામનગર નજીક સમર્પણ સર્કલ પાસેથી તાજેતરમાં બે મોટરસાયકલોની ચોરી થઈ ગયાની ફરિયાદ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ હતી. જે વાહન ચોરી અંગેની ચોક્કસ બાતમી અને ઊંડાણપૂર્વકની તપાસના અનુસંધાને પંચકોષી બી. ડિવિઝન પોલીસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસ કરી એક ટાબરિયાને તેમજ ચેલામાં રહેતા વિમલ વિક્રમભાઈ પરમાર નામના દેવીપુજક શખ્સને ઝડપી લીધો હતો. તેઓ પાસેથી બે નંગ ચોરાઉ મોટરસાયકલ મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આવતાં તેઓએ અન્ય સ્થળે સંતાડેલા છ મોટરસાયકલ કાઢી આપ્યા હતા. આથી પોલીસે કુલ 8 વાહનો કબજે કરી લીધા છે, અને બંનેની વધુ પૂછ હાથ ધરી હતી. જેઓએ ઉપરોક્ત ચોરીની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ચોરી કરવામાં સંકળાયેલા જામનગરમાં પ્રદર્શન મેદાનમાં રહેતા મેહુલ નરસિંહભાઈ સોલંકી કાલિદાસ નરસીભાઇ સોલંકી અને દીપક મારવાડી નામના અન્ય ત્રણ શખ્સોને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here