GUJARAT : જામ્યો ક્રિકેટનો રંગ વિરમગામના આંગણે, સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો થયો પ્રારંભ

0
19
meetarticle

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “ખેલો ભારત” અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત અને યુવક સેવા વિભાગના સહયોગ તથા ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા આયોજીત સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનો રવિવારથી પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ અને વડોદરાના સાંસદ હેમાંગભાઈ જોશીના હસ્તે રવિવારે વિરમગામ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.


વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના “ખેલો ભારત અભિયાન” ને ગ્રામીણ સ્તરે પહોચાડવાના હેતુથી છેલ્લા ત્રણ વર્ષથી વિરમગામ ખાતે વિરમગામ વિધાનસભાના ખેલાડીઓને સાથે રાખીને આ સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારની ૧૨૦ ટીમોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે, વિરમગામના યુવા બંકાઓ ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી સામાજિક એકતાને રંગે રંગાશે અને વિકસિત વિરમગામના સંકલ્પને મજબૂત બનાવશે. ઉપસ્થિત મહેમાનોએ કહ્યું કે ગ્રામીણ સ્તરે અત્યાધુનિક આયોજન સાથે યુવાનોને ક્રિકેટનું મેદાન પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રસંગે વિરમગામ વિધાનસભાના યુવાનોને ઉત્સાહને વધારવા માટે શ્રી ભાર્ગવલાલજી મહારાજ, શ્રી ચિતરંજનદાસ બાપુ, શ્રી પ્રેમદાસ બાપુ, શ્રી કેહુ ભગત, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, ગુજરાત ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઈ પંડ્યા, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપના પ્રમુખ શૈલેષભાઈ દાવડા, ધારાસભ્યો કિરીટસિંહ ડાભી, કનુભાઈ કોળી પટેલ, પીકે પરમાર તેમજ સાધુ સંતો, જિલ્લા ભાજપના આગેવાનોએ તથા વિધાનસભાના હોદ્દેદારો સહિત ક્રિકેટપ્રેમીઓએ હાજરી આપી હતી.

REPOTER : (વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here