GUJARAT : તિલકવાડા રેલવે જંકશન માં થયેલી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત

0
32
meetarticle

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર–કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશન માં થયેલી દુર્ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે બે શ્રમિકોના કરંટ લાગવાથી દુઃખદ મોત થયા છે. ઘટના બાદ સંબંધિત કોન્ટ્રાક્ટર તથા એજન્સીએ કોઈ જવાબદારી ન સ્વીકારી હોય અને “અત્યારે બહાર છીએ” જેવા ખોટા કારણો આપી પલોખું વલણ દાખવ્યું છે.

તિલકવાડા રેલવે સ્ટેશન નજીક ખાડો ખોદી અન્ડર ગ્રાઉન્ડ વાયરિંગ કામ કરતી વખતે બે યુવાનો પરાઈ વડે ખાડો ખોદી ખાડામાં ઉતર્યા હતા ત્યારે જીવતો વાયર પરાઈ ને અડી જતા વીજ કરંટ થી બન્ને યુવાનોના ઘટના સ્થળે મોત નીપજવાની ઘટના

મૃત શ્રમિકોના નામમાં 1. ડામોર ગોવિંદભાઈ મનુભાઈ (ઉંમર 22), ગામ ભીલોઈ અને2. વિજયભાઈ બાબુભાઈ મેડા, ગામ બોરિયાલા, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ નો સમાવેશ થાય છે

આ બંને પરિવાર ગરીબ છે, જેમાંથી એક બહેન પ્રેગનેન્ટ છે અને એક બહેનના 6 મહિનાનું બાળક છે, જે કારણે પરિવાર પર આ ભારે દુઃખ અને આર્થિક સંકટ તૂટી પડ્યું છે.
ગ્રામજનોએ મૃતક પરિવારોને યોગ્ય વળતર, જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી અને ન્યાય મળે તેની સ્પષ્ટ માંગણી કરી હતી.

જો તાત્કાલિક ન્યાય નહીં મળે, તો આમ આદમી પાર્ટી દ્વારા મૃતદેહ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લઈ જઈને ત્યાં ન્યાય માટે આંદોલન કરવાની ચેતવણી આમ આદમી પાર્ટી નર્મદા દ્વારા આપવામાં આવી છે.

REPOTER : દીપક જગતાપ, રાજપીપલા

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here