ઓગડ તાલુકાના થરા નગરમાં આવેલ ધી પ્રગતિ કો. ઓ. બેંક લી.થરાનીસ્થાપના ૧૯૭૫માં થયેલ સ્થાપનાને પચાસ વર્ષ પૂર્ણ થતાં ૧૦૦૮ મહંત જાનકીદાસજી બાપુ કમીજલાની પાવન નિશ્રામાં જ્યોતીન્દ્ર મહેતા ચેરમેન ધી ગુજરાત અર્બન બેંક અમદાવાદ ના અઘ્યક્ષ સ્થાને યોજાયો જેનું ઉદઘાટન કાંતિલાલ પટેલ ધી ઉ. ગુ.અર્બન બેંક, મહેસાણાએ કર્યું હતું.આ સમારોહના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, જી. એચ.અમીન,કે સી પટેલ, અતિથિ વિશેષ પદે બનાસબેંક ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતર, માર્કેટ યાર્ડ ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,પૃથ્વીરાજસિંહ વાઘેલા, અણદાભાઈ પટેલ, શિવરામભાઈ પટેલ,ધીરજભાઈ શાહ,સુરેશ ભાઈ ઠકકર રંગોલી રહયા હતા.

કાર્યક્રમને સફળ બનાવવામાં ધી પ્રગતિ બેંકના પૂર્વ.ચેરમેન ચીનુભાઈ શાહ, ચેરમેન નૈશદ ભાઈ શાહ, પ્રવિણભાઈ શાહ, વિપુલભાઈ ઠક્કર,મેનેજર હરિઓમભાઈ સોની, જી.એસ. મેવાડા તથા સ્ટાફે ભારે જહેમત ઊઠાવી હતી.
પ્રતિનિધિ : માનસિંહ ચૌહાણ , ઓગડ

