ધોળકા શહેરના માટે ગૌરવની વાત છે કે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા આયોજિત નેશનલ ચેમ્પિયનશિપ ગોલ્ફ ગેમ 2025 માટે ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાના ત્રણ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.

ન્યુ વે એજ્યુકેશનલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકાના વિદ્યાર્થીઓ કું.માયા હર્ષદભાઈ વાઘેલા,વીરભદ્રસિંહ પઢિયાર (16થી21વર્ષનીવયજૂથ),મોહમ્મદસાહિલ હાજીમિયા મલેક (12 થી 14 વર્ષની વયજૂથ)આ તમામની પસંદગી રાષ્ટ્રીય સ્તરે થઈ છે.
આ સ્પર્ધાનું આયોજન 07 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર 2025 દરમ્યાન ડી . એલ.એફ. ગોલ્ફ કોર્સ,ગુડગાંવ, હરિયાણા ખાતે કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિઓ એ ભાગ લીધો હતો.
ગુજરાત રાજ્ય તરફથી અન્ય પસંદગી પામેલ ખેલાડીઓમાં ક્રિષ્ના ગુપ્તા, મનન પટેલ, ભાવના જોશી, પ્રજાપતિ દેવાંશી, પટેલ શ્રેયા, અને યુનિફાઈડ પાર્ટનર તરીકે અંશ ઢાકે તથા વંશિકા માથુર તેમજ કોચ તરીકે શ્રી ભાવિન પરમાર અને કું.નિકિતા ચૌધરી ઉપસ્થિત રહ્યા છે.
ફ્રીડમ ડે કેર સેન્ટર, ધોળકાની ટીમ દ્વારા ધોળકા શહેર તેમજ અમદાવાદ જિલ્લાનું, અને વ્યાપક રીતે entire ગુજરાત રાજ્યનું નામ રાષ્ટ્રીય કક્ષાએ ઉજળું કરવામાં આવ્યું છે.
આ સફળતા સમગ્ર ધોળકા નગર માટે ગૌરવની લાગણીની સાથે એક પ્રેરણાદાયી ઘટના છે.

