માતરના નગરામાં પાણી પુરવઠા યોજનાની કામગીરી દરમિયાન યુવતી સાથે કામ કરતા યુવકે રાત્રે ધાબા પર લઇ જઇને અઘટિત માગણી કરી હતી. યુવતીને યુવકે ધક્કો મારી ફેંકીને મારી નાખવાનો પ્રયાસ કરાયો હતો. જેની અદાવત રાખીને યુવતીના સંબંધીઓ યુવકનું અપહરણ કરીને ગોંધી રાખી હતી. આ મામલે યુવકના સાળાએ લીંબાસી પોલીસ મથકમાં અપહરણ કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

તાલુકાના નાગરા ગામની સીમમાં મધ્યપ્રદેશના જાંબુવાના અને ગરબાડા તાલુકાના લોકો પાણી પુરવઠાની કામગીરી કરી રહ્યાં હતા. તા. ૧૩મીની રાત્રે પાણી પુરવઠા યોજનામાં કામ કરતો ઇલિયાસ ઉર્ફે હેલિયાસ યુવતીને બળજબરીથી ધાબા પર લઇ જઇ અઘટિત માગણી કરીને ધક્કો મારી નીચે ફેંકી દીધી હતી. જેની અદાવત રાખી તા. ૧૫મીએ કાળુ માવસિંગના ઘરમાં ગોંધી રાખ્યો હતો. બાદમાં બીજા દિવસે કાળુ માવસિંગ અને તેમના સંબંધીઓ ઇલ્યાસ ઉર્ફે હેલિયાસને લીંબાસી લઇને આવ્યા હતા. જ્યાં બંને પક્ષોએ સામાધાન કર્યુ હતું. જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. આ બનાવ અંગે અપહરણનો ભોગ બનેલા ઇલિયાસ ઉર્ફે હેલિયાસના સાળા પ્રમેશ કાલિયા ચકુ ભરીયાએ કાળુ માવસિંગ પલાસ, રામસિંગ માવસિંગ,કાજુ મકના, વસના નારૂ પલાસ અને અલ્પેશ બાદર પલાસ ( રહે. તમામ રહે. આંબલિયા, તા. ગરબાડા) સામે ફરિયાદ નોંધાવી છે.

